________________
૪૧૮
બહત ક્ષેત્ર સમાસ પાંચમું પશ્ચિમ દિશામાં રહેલ સિદ્ઘાયતનની દક્ષિણ તરફ અને નૈઋત્ય ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની ઉત્તર તરફ બન્નેની વચમાં રજતનામનું ફૂટ છે. ત્યાં સુવત્સા નામની દેવી છે. તેની રાજધાની મેરુપર્વતથી પશ્ચિમ દિશામાં બીજા નંબૂ નામના દ્વિીપમાં ૧૨૦૦૦ પેજને યથાસ્થાને આવેલી છે.
છઠું પશ્ચિમ દિશામાં રહેલ સિક્રાયતનની ઉત્તર તરફ અને વાવવ્ય ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની દક્ષિણ તરફ બન્નેની વચમાં રૂચક નામનું ફૂટ છે. ત્યાં વત્સમિત્રા નામની દેવી છે. તેની રાજધાની મેરુપર્વતથી પશ્ચિમ દિશામાં બીજા નંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર આવેલી છે.
સાતમું ઉત્તર દિશામાં રહેલ સિદ્ધાયતનથી પશ્ચિમ દિશામાં તરફ અને વાયવ્ય ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની પૂર્વ તરફ બન્નેની વચમાં સાગરચિત્ર નામનું ફૂટ છે, ત્યાં બલાહકા નામની દેવી છે. તેની રાજધાની મેરુપર્વતથી ઉત્તર તરફ બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદર આવેલી છે.
આઠમું ઉત્તર દિશામાં રહેલ સિદ્ધાયતનથી પૂર્વ દિશામાં અને ઈશાન ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની પશ્ચિમમાં બન્નેની વચમાં વા નામનું કૂટ છે ત્યાં વારિણ (વાસેના) નામની દેવી છે તેની રાજધાની મેરુપર્વતથી ઉત્તર તરફ બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યજન અંદર છે.
આ આઠે દેવીઓ ઉÁલેકવાસી દિકકુમારીઓ કહેવાય છે.
આ આઠે ર નંદનવનમાં અત્યંતર મેરુથી પ૦ યોજન દૂર આવેલાં છે તે ૫૦૦ જન મૂલમાં વિસ્તારવાળા ૫૦૦ એજન ઉંચા અને ઉપર ૨૫૦ જન વિસ્તારવાળા છે.
નંદનવન ૫૦૦ જન વિરતારવાળું છે. તેમાં આ ફૂટે મેરુપર્વતથી ૫૦ જન દૂર હોવાથી ૪૫૦ જન વનમાં અને ૫૦ એજન બહારના ભાગમાં આકાશમાં અદ્ધર નિરાધાર રહેલા છે.
નવમું બલ નામનું ફૂટ મેરુપર્વતથી ઈશાન ખૂણામાં ઈન્દ્ર સંબંધી પ્રાસાદથી ઈશાન ખૂણામાં રહેલું છે. તે ૧૦૦૦ એજન ઉંચુ, ૧૦૦૦ એજન મૂલમાં વિસ્તાર, ૫૦૦ જન ઉપર વિસ્તારવાળું છે. તેના ૪૫૦ જન નંદનવનમાં અને ૫૫૦ જન આકાશમાં અદ્ધર રહેલા છે.
આ ફૂટને અધિવાસી બલનામને દેવ છે, તેની રાજધાની મેરુપર્વતથી ઇશાન ખૂણામાં બીજા નંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ એજન યથાસ્થાને આવેલી છે. ૩૩૫
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org