________________
૪૧૬
બૃહત્ ક્ષેત્ર સમાસ रुयगे सागरचित्ते, वईरो चिय अंतरेसु अट्ठसु वि। कूडा बलकूडो पुण, मंदरपुव्वुत्तरदिसाए॥३३५॥ છાયા–સાયતાનિ વારિ ઘાસવા વ્યાથદાચ |
यथा चैव भद्रशाले नवरं नामानि एतेषां अमूनि ॥३३२॥ नन्दोत्तरा नन्दा सुनन्दा वर्धमाना नन्दिषेणा अमोघा च । गोस्तूपा सुदर्शना अपि च भद्रा विशाला च कुमुदा च ॥३३३॥ पुण्डरिकिणी विजया वैजयन्ती अपराजिता जयन्ती च । कूटा नन्दनो मन्दरो निषधः हेमवतः रजतश्च ॥३३४॥ रुचकः सागरचित्रो वज्रचैवान्तरेषु अप्टषु अपि ।
कूटा बलकूटः पुनः मन्दरपुत्तिरदिशि ॥३३५॥
અર્થ–ચાર સિદ્ઘાયતન, પ્રાસાદે વાવડીઓ અને ફૂટ જે પ્રમાણે ભદ્રશાલા વનમાં છે તે જ પ્રમાણે છે, ફક્ત નામો આ પ્રમાણે છે.
નંદોત્તરી, નંદા, સુનંદા અને વર્ધમાન, નંદિષેણું, અમેઘા, ગોતુપા અને સુદર્શના, વળી ભદ્રા, વિશાલા, કુમુદા અને પુંડરિકિણી, વિજયા, વૈજયંતી, અપરાજિતા અને જયંતી.
નંદન, મંદર, નિષધ, હેમવંત, રજત, રૂચક સાગરચિત્ર અને વજ, આઠ આંતરામાં છે. વળી બલકૂટ મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં છે.
વિવેચન–જેમ ભદ્રશાલ વનમાં પૂર્વાદિ ચાર દિશામાં દરેક દિશામાં એક એક સિદ્ધાયતન, ચાર ખૂણામાં એકએક પ્રાસાદ, એકએક પ્રાસાદની ચાર દિશામાં એક એક વાવડી તથા પ્રાસાદ અને સિદ્ધાયતનની વચ્ચે એક એક ટ છે, તે સિદ્ધાયતન, વાવડી અને ફૂટ જેટલા પ્રમાણના છે, તેટલા પ્રમાણવાળા અહીં પણ જાણવા. જેમ ઈશાન ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં રહેલા પ્રાસાદે ઈશાન દેવલોકના અધિપતિ ઇશાનેન્દ્ર સંબંધી અને અગ્નિ ખૂણામાં અને નૈઋત્ય ખૂણામાં રહેલા પ્રાસાદો શકેન્દ્ર સંબંધી છે, તે જ પ્રમાણે બધું નંદનવનમાં છે. ફરક માત્ર અહીં રહેલી વાવડીઓ ના નામે આ પ્રમાણે કહેવામાં આવે છે.
વાવડીઓના નામો–નંદનવનમાં મેરુપર્વતથી ઈશાન ખૂણામાં ૫૦ યોજનને અંતરે ઇશાન દેવલોકના અધિપતિ ઈશાનેન્દ્રને પ્રાસાદ છે. તેની પૂર્વ દિશામાં
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org