________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દિગજ ફોનું સ્વરૂપ
૪૧૭ નંદોત્તર નામની વાવડી, દક્ષિણ દિશામાં નંદા નામની વાવડી, પશ્ચિમ દિશામાં સુનંદા નામની વાવડી અને ઉત્તર દિશામાં વર્ધમાન નામની વાવડી છે.
અગ્નિ ખૂણામાં જે કેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે. તેની પૂર્વ દિશામાં નંદિષણા નામની વાવડી, દક્ષિણ દિશામાં અમેઘા, પશ્ચિમ દિશામાં ગોતુભ અને ઉત્તર દિશામાં સુદર્શના નામની વાવડી છે.
નૈઋત્ય ખૂણામાં જે શક્રેન્દ્ર સંબંધી પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં ભદ્રા નામની વાવડી, દક્ષિણ દિશામાં વિશાલા, પશ્ચિમ દિશામાં કુમુદા અને ઉત્તર દિશામાં પંકરિકીણી નામની વાવડી છે.
વાયવ્ય ખૂણામાં ઈશાન દેવલોકના અધિપતિ ઇશાનેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે તેની પૂર્વ દિશામાં વિજ્યા નામની વાવડી, દક્ષિણ દિશામાં વિજયન્તી, પશ્ચિમ દિશામાં અપરાજિતા અને ઉત્તર દિશામાં જયંતી નામની વાવડી છે.
કૂટોના નામ : પહેલું, પૂર્વ દિશામાં રહેલ સિદ્ધાયતનની ઉત્તર તરફ અને ઈશાન ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની દક્ષિણ તરફ બન્નેની વચમાં નંદન નામનું ફૂટ છે. ત્યાં મેઘંકરા નામની દેવી છે, તેની રાજધાની મેરુ પર્વતથી ઈશાન ખૂણામાં બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જનથી આગળ આવેલી છે.
બીજું, પૂર્વ દિશામાં રહેલ સિદ્ધાયતનની દક્ષિણ તરફ અને અગ્નિ ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની ઉત્તર તરફ બંનેની વચમાં મંદર નામનું ફૂટ છે. ત્યાં મેઘવતી નામની દેવી છે. તેની રાજધાની મેરુપર્વતથી પૂર્વ દિશામાં બીજા જંબૂનામના દ્વીપમાં ૧૨૦૦૦ યેજને આવેલી છે.
ત્રીજું દક્ષિણ દિશામાં રહેલ સિદ્ધાયતનની પૂર્વ તરફ અને અગ્નિ ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની પશ્ચિમ તરફ બન્નેની વચમાં નિષધ નામનું ફૂટ છે. ત્યાં સુમેઘા નામની દેવી છે. તેની રાજધાની મેરૂ પર્વતથી દક્ષિણ તરફ બીજા જંબૂનામના દ્વીપમાં ૧૨૦૦૦ એજને આવેલી છે.
ચોથું દક્ષિણ દિશામાં રહેલ સિદ્ધાયતનની પશ્ચિમ તરફ અને નૈઋત્ય ખૂણામાં રહેલ શ્રેષ્ઠ પ્રાસાદની પૂર્વ તરફ બનેની વચમાં હેમવંત નામનું ફૂટ છે. ત્યાં મેઘમાલિની નામની દેવી છે, તેની રાજધાની મેરુપર્વતથી દક્ષિણ તરફ બીજા જંબૂ નામના દ્વીપમાં ૧૨૦૦૦ યેજને આવેલી છે.
૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org