________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-જબૂવૃક્ષના પહેલા વનખંડનું સ્વરૂપ ૩૭૯
૧–ઇશાનખૂણાના પ્રાસાદને પૂર્વ દિશામાં પદ્મા નામની વાવડી, દક્ષિણ દિશામાં પદ્મપ્રભા નોમની વાવડી, પશ્ચિમ દિશામાં કુમુદા નામની વાવડી, અને ઉત્તર દિશામાં કુમુદપ્રભા નામની વાવડી છે.
૨. અગ્નિખૂણને પ્રાસાદને પૂર્વ દિશામાં ઉત્પલા, દક્ષિણ દિશામાં મા, પશ્ચિમ દિશામાં ઉત્પલોજવલા અને ઉત્તર દિશામાં ઉ૫લા નામની વાવડી છે.
૩. નૈઋત્ય ખૂણાના પ્રાસાદને પૂર્વ દિશામાં ભંગા, દક્ષિણ દિશામાં ભંગનિભા, પશ્ચિમ દિશામાં અંજના અને ઉત્તર દિશામાં કજજલપ્રભા નામની વાવડી છે.
૪. વાયવ્ય ખૂણાના પ્રાસાદને પૂર્વ દિશામાં શ્રીકાંતા, દક્ષિણ દિશામાં શ્રીમહિતા પશ્ચિમ દિશામાં શ્રીચંદ્રા અને ઉત્તર દિશામાં શ્રીનિલયા નામની વાવડી છે.
ચાર ભવનો અને ચાર પ્રાસાદની વચ્ચે એક એક ફૂટ એટલે કુલ ૮ ફૂટ છે. ૨૮૬-૨૮૭–૨૯૮
હવે ફટાનું પ્રમાણ કહે છે. अठ्ठसहकूडसरिसा, सव्वे जंबूनयामया भणिया। तेसुवरिंजिणभवणा, कोसपमाणा परमरम्मा॥२९९॥ છાયા–ી કૃપમદદશાઃ સર્વે વાયૂનમયા મતિઃ |
तेषामुपरि जिनभवनानि क्रोशप्रमाणानि परंरम्याणि ॥२९९।।
અર્થ–આઠે ફૂટ વૃષભટ્ટ સરખા છે. બધા જાંબૂનદમય કહ્યા છે. તેના ઉપર એક ગાઉ પ્રમાણવાળા અત્યંત રમણીય જિનભવન છે.
વિવેચન—દરેક પ્રાસાદ અને ભવનની વચ્ચે જે ફૂટ છે તે બધા થઈને ૮ ફૂટ છે, આ આઠે ટિો જાંબૂનદમય અને વૃષભટ્ટ સરખા છે. એટલે ૮ જન ઉંચા, મૂલમાં ૧૨ જન, મધ્યમાં ૮ જન અને ઉપર ૪ જન વિસ્તારવાળા ગોળાકારે છે. દરેક ફૂટની ઉપર એક એક શ્રી જિનભવન છે. તે ૧ ગાઉ લાંબું, લો ગાઉ પહોળું, અને ૧૪૪૦ ધનુષ ઉંચું છે. શ્રી જિનભવનો વિવિધ રત્નમય હોવાથી અત્યંત રમણીય છે.
જંબૂવૃક્ષના ૧૨ નામો છે. તે આ પ્રમાણે–૧. સુદર્શના, ૨. અમોઘા 3. સુપ્રબુદ્દા, ૪. યશોધરા, ૫. ભદ્રા, ૬. વિશાલા, ૭. સુજાતા, ૮. સુમના, ૯. વિદેહજંબૂ, ૧૦. સૌમનસા, ૧૧, નિયતા અને ૧૨. નિત્યમંડિતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org