________________
૩૮૧
જૈનદષ્ટિએ મહા ભૂગાળ-દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યાનુ સ્વરૂપ
શામલી વૃક્ષ છે. વૃક્ષા, વલયા, ભવને, પ્રાસાદા, ટા, વનખંડ, વેદિકા વગેરે જંબૂવૃક્ષના સમાન ફરક માત્ર એટલા જ છે કે શાલ્મીવૃક્ષનું પીઠ અને ફૂટા રજતમય છે. તથા શાહ્સલી વૃક્ષ એ ભવનપતિ સુવર્ણકુમાર નિકાયના અધિપતિ વેણુદેવ અને વેદાલિનું ક્રિડાસ્થાન છે જ્યારે વૃક્ષના અધિપતિ ગરુડવેગદેવ છે.
સૂત્રકૃતાંગની ચૂણીમાં શાહ્સલી વૃક્ષના અધિકારમાં કહ્યું છે કે તત્ત્વ વેજીટેવે વેબુવાસી ય નસરૂ 'ત્યાં વેણુદેવ અને વેણુદાલિ વસે છે. તેમનું ક્રિડાસ્થાન છે. ૩૦૦ હવે દેવકુરુ અને ઉત્તરકુરુના મનુષ્યાનું વર્ણન કહે છે.
दोसु वि कुरासु मणुआ, तिपल पर माउणो तिको सुच्चा । पिट्ठकरंडसयाई, दो छप्पण्णाई मणुयाणं ॥ ३०१॥ सुसमसुसमाणुभावं, अणुहवमाणाणवच्चगोवणया । अउणापण्णदिण्णाई, अट्टमभत्तस्स आहारो ॥ ३०२ ॥
છાયા—ઢયોનિ વજ્જૈઃ મનુના: ત્રિવયમાયુ: ત્રિકોણોચા ।
पृष्ठकरण्डकशते द्वे षट्पञ्चाशत् (अधिके) मनुष्याणाम् ||३०१ || सुषमसुषमानुभावं अनुभवन्तः अपत्यगोपना |
एकोनपञ्चाशत् दिनानि अष्टमभक्तस्य आहारः ॥ ३०२ ॥
અ—બન્ને પણ કુરુક્ષેત્રમાં મનુષ્યે ત્રણ પાપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અને ત્રણ ગાઉ ઉંચા, સે। છપ્પન કરોડરજ્જુ—પાંસળીઓવાળા, સુષમસુષમાના ભાવને અનુભવનારા, એગણપચાસ દિવસ સંતાનનું પાલન કરનારા અને ત્રણ દિવસે આહાર કરનારા હાય છે.
વિવેચન—બન્ને પણ કુરુક્ષેત્રમાં એટલે દેવકુરુક્ષેત્ર અને ઉત્તરકુરુક્ષેત્રમાં મનુષ્યાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પાપમનું અને જધન્ય આયુષ્ય પાપમના અસંખ્યભાગ ન્યૂન ૩ પક્ષ્ચાપમનું હાય છે. શરીરની ઉંચાઇ ત્રણ ગાઉની હાય છે.
મનુષ્યાનું ઉત્કૃષ્ટ ૩ પાપમનું આયુષ્ય દેવકુરુક્ષેત્ર, ઉત્તરકુરુક્ષેત્ર તથા ભરતક્ષેત્ર, ઐરવતક્ષેત્રમાં પહેલા આરામાં ઢાય છે. તે સિવાયના ક્ષેત્ર અને કાળમાં ત્રણ પાપમના આયુષ્યવાળા અને ૩ ગાઉની ઉંચાઇવાળા મનુષ્યેા હાતા નથી. જો કે કર્મભૂમિક્ષેત્રમાં વૈક્રિયલબ્ધિવાળા મનુષ્યો એક લાખ યોજનથી અધિક વૈક્રિય શરીર બનાવી શકે પણ તેમનું મૂલ શરીર તેા વધુમાં વધુ ૫૦૦ ધનુષ અને નાનામાં નાનું ર હાથનું હાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org