________________
૩૭૦
બૃહત્ ક્ષેત્ર સમાસ પાંદડાંના ડીંટ તપનીય રત્નમય છે, પલ્લવ-દરેક શાખામાંથી નીકળેલા ગુચ્છા જાંબૂનદમય છે, અગ્રપ્રવાલ-અંકુરા રજતમય છે, પુષ્પ અને ફળો રત્નમય છે,
જંબૂવૃક્ષની જાડાઈ ૮ યોજન અને ઉંચાઈ ૮ યોજન છે. તેનું મૂલ જમીનમાં બે ગાઉ છે, એટલે બધું થઈને જંબૂવૃક્ષની ઉંચા દ્રા યોજન થાય છે.
જંબૂવૃક્ષનું રકંધ કંદની ઉપર અને શાખાઓ નીકળે ત્યાં સુધીનો ભાગ અર્થાત્ થડ ૨ જન ઉંચું, ૨ ગાઉ જાડુ ગળાકારે, દિશાઓમાં નીકળતી શાખાએના મધ્ય ભાગથી ઉચે ગએલી શાખા વિડિમ કહેવાય છે. તે ૬ જનની છે, એટલે થડના ૨ જન અને વિડિમના ૬ જન મળી જંબૂવૃક્ષની ઉંચાઈ ૮ જના થાય છે.
જંબૂવૃક્ષને ચાર દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક શાખા છે, તે ૩ યોજન ૩ ગાઉ લાંબી છે, થડને મધ્ય ભાગ બે ગાઉને છે તેથી એક એક શાખા 3 જન છે. બે બાજુની શાખા 3ાાર=ો જન, બા એજન થડને ભાગ છા+ગા=૮ યોજન જંબૂવૃક્ષને વિસ્તાર થાય છે.
આ જંબૂવૃક્ષ વનસ્પતિરૂપ નથી પણ પૃથ્વીકાયના પરિણામરૂપ શાશ્વત છે.
ચાર દિશામાં જે ચાર શાખાઓ છે, તેમાં પૂર્વ દિશાની શાખાના મધ્ય ભાગમાં જંબૂદ્વીપને અધિપતિ અનાદત દેવનું ભવન છે. તે સર્વ રત્નમય, અનેક પ્રકારના રત્નોથી જડેલા ૧૦૦ સ્તંભવાળું, એક ગાઉ લાંબું, બે ગાઉ પહેળું, ૧૪૪૦ ધનુષ ઉંચું છે. ત્રણ દિશામાં ત્રણ દ્વાર છે, એક પૂર્વ દિશામાં, એક ઉત્તર દિશામાં અને એક દક્ષિણ દિશામાં છે. આ દ્વાર ૫૦૦ ધનુષ ઉંચા અને ૨૫૦ ધનુષ પહેળા છે.
આ ભવનના મધ્ય ભાગમાં એક મોટી ૫૦૦ ધનુષ લાંબી-પહોળી ગોળાકાર અને ૨૫૦ ધનુષ જાડી મણિમય પીઠિકા છે, તેના ઉપર એક મેટી મનહર શમ્યા છે.
વૃક્ષની દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશાની શાખા ઉપર એક એક સુંદર શ્રેષ્ઠ સર્વ રત્નમય પ્રાસાદ છે. તેમાં વિવિધ પ્રકારના મણિમય મનોહર સિંહાસન છે. આ સિંહાસન ૫૦૦ ધનુષ લાંબી–પહેલી ગોળ, ૨૫૦ ધનુષ જાડી મણિમય પીઠિકા ઉપર રહેલા છે. ૨૮૪ થી ૨૮૮
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org