________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-યુગલિક મનુનું સ્વરૂપ
૩૪૩ પૃથ્વીની જે માટી હોય છે તે પણ સાકર કરતાં પણ અનંતગુણ મીઠાસવાળી હોય છે. વળી કલ્પવૃક્ષના ફલને સ્વાદ તો ચક્રવતિને ભજન કરતાં અનંતગુણ સ્વાદિષ્ટ હોય છે. કહ્યું છે કે
___ 'तेसिं णं भंते पुप्फफलाणं केरिसे आसाए पन्नत्ते ? गोयमा ! से जहानामए रन्नो चाउरंतचक्कवटिस्स कल्लाणे भोयणजाते सयसहस्सनिप्फन्ने वन्नोववेए गंधोववए रसोववेए आसायणिज्जे दप्पणिज्जे मयणिज्जे सिंघणिज्जे सव्विदियगायपल्हायणिज्जे आसाए एत्तो इतरा चेव आसाए पन्नत्ते ॥'
હે ભગવંત ! તે પુષ્પ અને રસને કે સ્વાદ હોય છે ?
ગૌતમ ! જે કોઈ ચક્રવર્તિ રાજાનું મનહર ભજન લાખ દ્રવ્યથી તૈયાર થયેલું હોય, વર્ણયુક્ત, ગંધયુક્ત, રસયુક્ત, સ્વાદિષ્ટ, દર્પન કરનાર, મદને કરનાર, બળને કરનાર, થાવત્ સર્વ ઈન્દ્રિય અને ગાત્રને આનંદદાયી સ્વાદમાં હોય તેના રવાદથી ખૂબ ઇષ્ટ સ્વાદવાળું હોય છે.
આથી માટી અને કલ્પવૃક્ષના પુત્ર અને ફળને આહાર કરનારા હોય છે. આવા પ્રકારનો આહાર લઈને તેઓ ગૃહ આકારના ક૯પવૃક્ષો હોય છે તેમાં ઈચ્છા મુજબ સુખપૂર્વક રહે છે.
વળી યુગલિક ક્ષેત્રમાં ડાંસ, મચ્છર, જુ, લીખ, માંકડ, માખી, કીડી, મંડા વગેરે શરીરને ઉપદ્રવ કરનારા જનૂઓ ઉત્પન્ન થતા નથી.
પરંતુ જે હાથી, વાઘ, સિંહ વગેરે હિંસક જનાવર ઉત્પન્ન થાય છે, તે પણ મનુષ્યને કોઈ જાતની પીડા માટે થતા નથી. તેમજ પરિપર હિંસક ભાવે વર્તતા નથી. ક્ષેત્ર સ્વભાવે રૌદ્રભાવથી રહિત હોય છે.
મનુષ્ય યુગલ પિતાના આયુષ્યના અંત ભાગે એક યુગલને જન્મ આપ્યા પછી . ૭૯ દિવસનું પાલન કરે છે.
અલ્પ કષાય, અલ્પ પ્રેમને અનુબંધ હોઈ મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
મૃત્યુ વખતે કઈ બીમારી કે રોગ આવતા નથી. પણ માત્ર બગાસુ, ખાંસી કે છીંક આદિ આવતા આયુષ્ય પુરુ થઈ જાય છે. અર્થાત આટલા નિમિત્ત માત્રમાં મૃત્યુ પામે છે. ૨૫૩–૨૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org