________________
૩૪૬
બૃહત્ ક્ષેત્ર સમાસ ૫. રત્નબહુલતાથી સૂર્ય આદિના પ્રકાશથી નિરપેક્ષ હેઈ જાતે જ પ્રકાશિત હેવાથી સ્વયંપ્રભ કહેવાય છે...
૬. સઘળાએ પર્વતથી ઉંચો હોવાથી અને શ્રી તીર્થકર ભગવંતને જન્માભિપેક થતું હોવાથી ગિરિરાજ કહેવાય છે.
૭. વિવિધ પ્રકારના રત્નોને વિશેષ સંચય હોવાથી રત્નશ્ચય કહેવાય છે. ૮. ઉપરના ભાગમાં પાંડુકકમલા આદિ શિલા હોવાથી શિલોચ્ચય કહેવાય છે. ૯. તીચ્છી લોકના મધ્ય ભાગમાં હોવાથી લોકમધ્ય કહેવાય છે.
૧૦. તીર્જી લેકની નાભિની જેમ થાળના મધ્ય ભાગમાં રહેલો તથા સારી રીતે ઉન્નત ગોળ ચંદ્રની જેમ હોવાથી લોકનાભિ કહેવાય છે.
૧૧. અત્યંત નિર્મળ, સ્વચ્છ જાંબૂનદ રત્નની બહુલતા હેવાથી અચ્છ કહેવાય છે.
૧૨. સૂર્ય તથા ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા પ્રદક્ષિણા કરતા હોવાથી સૂર્યાવર્ત કહેવાય છે.
૧૩. સૂર્ય તથા ચંદ્ર ગ્રહ, નક્ષત્ર, તારાઓ ચારે તરફ ફરતા રહેતા હોવાથી ચારે બાજુથી વિંટાએલા હોવાથી સૂર્યાવરણ કહેવાય છે.
૧૪. પર્વતોમાં ઉત્તમ હોવાથી ગિરિઉત્તમ કહેવાય છે.
૧૫. સચક પ્રદેશથી દિશા અને વિદિશા ઉત્પન્ન થાય છે–ગણાય છે. ચક એટલે આઠ પ્રદેશ વાળો મેરુને મધ્યભાગ-લોકને મધ્યભાગ. અહીંથી દિશા અને વિદિશાની ગણતરી થતી હોવાથી દિગાદિ કહેવાય છે.
૧૬. પર્વતમાં મુગુટ સમાન હોવાથી (અવસંતક એટલે મુગુટ) ગિરિઅવંતસક કહેવાય છે.
આ ૧૬ નામ અતિકલ્પનાના નથી પણ જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહેલા છે. 'मंदरस्सण भंते! पव्वयस्स कइ नामधेजा पन्नत्ता ? गोयमा ! सोलस नामधेजा पन्नत्ता, तं जहा
मंदर मेरु मणोरम, सुदंसण सयंपभे य गिरिराया। रयणुच्चए सेलोच्चए, मज्झे लोगस्स नाभीया ॥१॥ अच्छे य सूरियावत्ते, सूरियावरणे इय ।
उत्तमे य दिसाईया, वडिसिई य सोलसो ॥२॥' હે ભગવન ! મંદર પર્વતના કેટલા નામ કહ્યા છે ?
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org