________________
૩૪૪
બહત્ ક્ષેત્ર સમાસ હવે હરિવર્ષ–૨મ્યક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય વગેરે કહે છે. हरिवासरम्मएसु उ, आउपमाणं सरीरमुस्सेहो। पलिओवमाणि दोन्नि उ, दोन्नि य कोसूसिया भणिया
પારણા छट्टस्स य आहारो, चउसहिदिणाणि पालणा तेसिं। पिट्ठकरंडाण सयं. अट्ठावीसं मुणेयव्वं ॥२५६॥ છાયા–રિશ્યો સાપુ મા શોભે
पल्योपमे द्वे तु द्वौ च क्रोशौ उच्छ्रतौ भणितौ ॥२५५॥ षष्ठस्य च आहारः चतुः षष्टिदिनानि पालना तेषाम् । पृष्ठकरण्डकानां शतं अष्टाविंशति (अधिक) ज्ञातव्यम् ॥२५६॥
અર્થ – હરિવર્ષ અને રમ્યફ ક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય પ્રમાણ બે પલ્યોપમનું અને શરીરની ઉંચાઈ બે ગાઉ કહી છે. બે દિવસના અંતરે આહાર, ચોસઠ દિવસ તેમનું પાલન અને એકસો અઠ્ઠાવીસ પાંસળી જાણવી.
વિવેચન–હરિવર્ષ ક્ષેત્રના મનુષ્યનું અને રમ્યક્ષેત્રના મનુષ્યનું આયુષ્ય બે પલ્યોપમનું હોય છે અને શરીરની ઉંચાઈ બે ગાઉની શ્રી તીર્થકર અને શ્રી ગણધર ભગવંતે આદિએ કહેલી છે.
બે પલ્યોપમનું આયુષ્ય ઉત્કૃષ્ટથી જાણવું. જઘન્ય આયુષ્ય તે ૫૫મને અસંખ્ય ભાગ ન્યૂન બે પલ્યોપમૃનું હોય.
- સ્ત્રીને આશ્રીને શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે “હે ભગવન્! હરિવર્ષ, રમ્યફવર્ષની અકર્મ ભૂમિના મનુષ્યની સ્ત્રીઓનું કેટલું આયુષ્ય કહ્યું છે? હે ગૌતમ ! જઘન્ય કંઈક ન્યૂન બે પાપમ–પલ્યોપમને અસંખ્ય ભાગ ન્યૂન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમનું આયુષ્ય હોય છે.
આ યુગલિક મનુષ્યને આહાર બે દિવસના અંતરે હોય છે. અર્થાત બે દિવસના અંતરે આહાર ગ્રહણ કરે છે. શરીરમાં ૧૨૮ પાંસળીઓ હોય છે. અંત સમયે એક યુગલને જન્મ આપે છે. અને ૬૪ દિવસ તેનું પાલન કરે છે. પછી છીંક બગાસુ, ખાંસી આદિના ગે મૃત્યુ પામી દેવકમાં ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org