________________
૩૫૫
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દેવકુરુ-ઉત્તરકુરનું સ્વરૂપ एए सहस्समुच्चा, हरिकूडसमा पमाणओ होति। सीया सीओयाणं, उभओ कूले मुणेयव्वा ॥२७०॥ છાયા તેવી નિ વિવિઝ# ત્રિયા
द्वौ यमकपर्वतवरौ अवतंसको उत्तरकुरुषु ॥२६९।।
एते सहस्रमुच्चा हरिकूटसमाः प्रमाणतो भवन्ति । ___ शीताशीतोदायोरुभयोः कूलयोः वेदितव्याः ॥२७०॥
અર્થ–દેવકુરૂમાં વિચિત્રકૂટ અને ચિત્રકૂટ, અને ઉત્તરકુરૂમાં મુગુટસમાન બે ચમક શ્રેષ્ઠ પર્વતો પ્રમાણમાં એક હજાર યોજન ઊંચા હરિફૂટ સમાન છે. તથા શીતા અને શીદા નદીના બન્ને કિનારા ઉપર જાણવા.
વિવેચન–દેવકુરૂક્ષેત્રમાં નિષધ પર્વતના ઉત્તર દિશાના છેડાથી ઉત્તરે ૮૩૪ યોજન દર શીદા મહાનદીના બન્ને કિનારા ઉપર બે પર્વત છે. પૂર્વ કિનારા ઉપર વિચિત્ર ફૂટ નામને પર્વત અને પશ્ચિમ કિનારા ઉપર ચિત્રકૂટ નામનો પર્વત આવેલો છે. જ્યારે ઉત્તર કુરૂક્ષેત્રમાં મુગુટસમાન બે યમક પર્વત છે. તે બે પર્વત નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણ તરફના છેડા પાસેથી દક્ષિણ દિશા તરફ ૮૩૪ યોજન દૂર શીતા મહાનદીના બન્ને કિનારા ઉપર આવેલા છે. એક યમક પર્વત પૂર્વ કિનારા ઉપર અને બીજો યમક પર્વત પશ્ચિમ કિનારા ઉપર છે.
આ ચારે પર્વતે ચિત્ર, વિચિત્ર અને બે યમક પર્વતે પદ્મવર વેદિકા અને વનખંડથી વિંટાએલા છે. અર્થાત્ પર્વતના ઉપરના ભાગે ચારે તરફ પદ્મવર વેદિકા અને વનખંડ આવેલું છે.
આ ચારે પર્વતો હરિફૂટ સમાન ઉંચા એટલે ૧૦૦૦ યજન ઉંચા, ૨૫૦ જન જમીનમાં, નીચે ૧૦૦૦ જન વિસ્તાર, મધ્યભાગે ૭૫૦ એજન વિસ્તાર, ઉપરના ભાગે ૫૦૦ યજન વિસ્તાર છે. જ્યારે પરિધિ મૂલમાં ૩૧૬૨ જનથી કંઈક અધિક, મધ્યભાગમાં પરિધિ ૨૩૭૨ જનથી કંઈક અધિક, ઉપરના ભાગમાં પરિધિ ૧૫૮૧ એજનથી અધિક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org