________________
७४
બૃહત્ ક્ષેત્ર સમાસ હે ભગવન્! ભરતક્ષેત્રને ભરત શા માટે કહેવાય છે ?
“હે ગૌતમ! મહાવૃતિ મહાદ્ધિ, યાવતુ એક પોપમના આયુષ્યવાળો ભરત નામને દેવ રહેલું હોવાથી આ ક્ષેત્રને ભરત કહેવામાં આવે છે.
આ અઢી દ્વીપમાં રહેલા દ્વીપ અને સમુદ્રના અધિપતિ દેવો આ પ્રમાણે છે. જંબૂદ્વીપને અધિપતિ અનાદત નામનો દેવ છે, લવણ સમુદ્રને અધિપતિ સુસ્થિત નામનો દવ છે, ધાતકી ખંડનો અધિપતિ સુદર્શન અને પ્રિયદર્શન નામના બે દેવો છે. કાલોદધિ સમુદ્રના અધિપતિ કાલ અને મહાકાલ નામના બે દે છે, પુષ્કરવાર દ્વીપના અધિપતિ પત્ર અને પુંડરિક નામના બે દેવો છે. આગળ આગળના દરેક દ્વીપ–સમુદ્રોના અધિપતિ બે બે દેવો છે.
જેમ દ્વીપસમુદ્રોના અધિપતિ દેવો છે, તેમ દીપ–સમુદ્રોમાં આવેલા શાશ્વત પદાર્થોના પણ અનેક અધિપતિ દેવ હોય છે. જેમ ભરતક્ષેત્રનો ભરતદેવ કહ્યો તેમ હિમવંત પર્વતનો હિમવંત દેવ. એમ શાશ્વત ક્ષેત્રો, પર્વતો, ફૂટ, દ્રહો, નદીઓ, વૃક્ષો વગેરેના પણ જુદા જુદા અધિપતિ દેવ-દેવી છે.
તે સઘળા અધિપતિ દેવ-દેવીઓના પ્રાસાદ અથવા ભવને અહીં છે, જયારે તેમના ઉત્પત્તિ સ્થાન તે અહીંથી અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો વ્યતીત થયા બાદ તેજ નામના બીજા દીપ–સમુદ્રોમાં હોય છે.
નગરી એટલે મોટી રાજધાની કે જેમાં અનેક બીજા દેવ-દેવીઓની પણ ઉત્પત્તિ છે, તે સર્વ દેવ-દેવીઓનું સામ્રાજય એ દેવ ભગવે છે. અહીં જેમ હજારો ઘર અને લાખો મનુષ્યની વસતીવાળું નગર કહેવાય છે અને મુખ્ય નગરને રાજધાની કહેવાય છે, તેમ ત્યાંની નગરીઓ પણ અનેક પ્રાસાદોવાળી અને કોડ દેવ-દેવીઓના નિવાસવાળી છે અને તે મહાનગરીને અધિપતિ પણ તે નગરીમાં જ મધ્ય ભાગે રહે છે અને તેનું અધિપણું કરે છે, ત્યાં આખી નગરીને માલિક છે, ત્યારે અહીં કોઈ આખા દ્વીપને તો કોઈ એકાદ પર્વતાદિનો માલિક હોય છે.
એ નગરીઓ પણ અહીંની દિશાને અનુસરે છે, જેમ જંબૂદ્વીપનો અનાદત દેવ મેરુ પર્વતની ઉત્તર દિશામાં છે, તો તેની નગરી પણ તે બીજા જંબુદ્વીપમાં ઉત્તર દિશામાં જ છે. ભારત દેવની ભરત રાજધાની દક્ષિણ દિશામાં છે, યથાસંભવ પોતપોતાની દિશામાં રાજધાનીઓ આવેલી છે.
આ પ્રમાણે હેમવંત ક્ષેત્રનું પણ જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org