________________
ર૭૭
જેનદષ્ટિએ મહા ભૂગોળ-કાલનું સ્વરૂપ વૃષ્ટિ ૧૦. વ્યાધિવૃષ્ટિ–રોગો ઉત્પન્ન કરનાર જળની વૃષ્ટિ ૧૧. ચંડવૃષ્ટિ-ઉગ્રવાયુ સહિત તીક્ષ્ણ અને ખૂબ વેગવાળી ધારાવાળી જળની વૃષ્ટિ. વગેરે દુઃખકારી જળની વૃષ્ટિ થાય છે.
એક બાજુ ભયંકર કુષ્ટિઓ અને બીજી બાજુ ચારે તરફ કઠોર સ્પર્શવાળા અને ધૂળ ઉડાડતાં મલિન વાયુઓ જે વાય છે, તે મનુષ્યોને અતિદુસહ અને ભયંકર હોય છે. વળી મેટાં મોટાં સંવર્તક વાયુ વાય છે. જેના ભેગે મનુષ્ય, મકાને, વૃક્ષો પશુઓ વગેરેને નાશ થઈ જાય છે.
દશે દિશાઓ જાણે ધૂમાડા વડે વ્યાપ્ત બની અંધકારમય બની જાય છે. કાળની સક્ષતાને વેગે ચંદ્ર અતિશય શીતળ, સૂર્ય અતિશય દુસહ થઈ જાય છે. અર્થાત અગ્નિ વરસાવતા હોય તેવો ઉગ્ર લાગે છે. આ બધા ઉલ્કાપાતાથી દેશ, નગર, ગામ, મનુષ્ય, પક્ષીઓ અને વનસ્પતિને વિનાશ થઈ જાય છે. વૈતાઢય પર્વત, શત્રુંજય પર્વત, અને વૃષભકૂટ સિવાયના સર્વ નાના મોટા પર્વના ટુકડે ટુકડા થઈ વિનાશ થઈ જાય છે. ભૂમિસમ થઈ જાય છે. જ્યારે ગંગા મહાનદી અને સિંધુ મહાનદીઓને જળપ્રવાહ ઘણે ઘટી જાય અને બાકીની નદીઓ, કહ, કુંડ, સરોવરો, વગેરેના જળ સુકાઈ જાય છે. ભૂમિ બહુ ખાડાવાળી, બહુ કાંટા-કાંકરાવાળી, ઉંચી નીચી, બહુ ધૂળવાળી, બહુ રેતીવાળી, બહુ કાદવ-કીચડવાળી, અગ્નિસરખી ગરમ, મનુષ્ય વગેરેને ન સુખે બેસાય, ન સુખે સુવાય કે ન સુખે ચલાય એવી બની જાય. ઘણાં મનુષ્ય, પક્ષીઓ, જનાવરોનો વિનાશ થઈ જાય. જે કાંઈ બીજરૂપ પક્ષીઓ વૈતાઢયગિરિ ઋષભફૂટમાં રહી જાય અને બીજરૂપ મનુષ્યો ગંગા-સિંધુ નદીના કાંઠે રહેલ, બીલમાં રહી જાય.
આ બીલ એટલે નદીની ભેખડને પિલો ભાગ. વૈતાઢય પર્વતની ઉત્તર તરફ અને દક્ષિણ તરફ ગંગા-સિંધુ નદીના બન્ને કાંઠે ૯-૮ બીલ હોય છે. દક્ષિણ તરફ ૧૮ બીલ, ઉત્તર તરફ ૧૮ બીલ. કુલ ૩૬ બને નદીના મળી કુલ ૭૨ બીલોમાં બીજરૂપ મનુષ્ય નિવાસ કરે.
છઠ્ઠા આરાનું સ્વરૂપ પાંચમા આરાના ૨૧૦૦૦ વર્ષ પસાર થયા પછી છઠ્ઠો આરે શરૂ થાય છે. આ છઠ્ઠો આરે પણ ૨૧૦૦૦ વર્ષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org