________________
બહત ક્ષેત્ર સમાસ મોટી શય્યા છે. જેમાં ગંગાદેવી સુખે બેસે, સૂએ, આરામ કરે છે અને પૂર્વ ભવના ઉપાર્જન કરેલ પુણ્યના ફળને ભોગવે છે.
આ ગંગા પ્રપાત કુંડમાં દક્ષિણ તરણના મધ્ય ભાગથી ગંગા મહાનદી નીકળે છે. અને તે ઉત્તર ભરતા ક્ષેત્રમાં આગળ વધે છે, ત્યારે ઉત્તર ભારતમાં રહેલી બીજી અનેક નદીઓના પાણીથી ભરાતી વૈતાઢય પર્વત સુધી આવતા ૭૦૦૦ નદીઓ તેમાં મળે છે.
પછી ખંડપ્રપાતા ગુફાની નીચેથી પૂર્વ દિશા તરફના ભાગથી વૈતાઢય પર્વતને નીચેથી ભેદતી ભેદતી દક્ષિણ ભારતના મધ્યભાગ સુધી સીધી વહીને પછી પૂર્વ દિશા તરફ વળાંક લે છે. અને પૂર્વ તરફ વહે છે. અહીં પણ દક્ષિણ ભરતાર્ધમાં રહેલી ૭૦૦૦ નદીઓ ગંગા મહાનદીમાં મળે–ભેગી થાય છે. આ ગંગા મહાનદી ગંગાપ્રપાત કુંડમાંથી નીકળીને સમુદ્રને મળે ત્યાં સુધીમાં કુલ ૧૪૦૦૦ નદીઓ ગંગા નદીના પ્રવાહમાં મળે છે. આ બધી નદીઓના પ્રવાહ સાથે ગંગા મહાનદી પૂર્વ દિશા તરફની જગતીના નીચેના ભાગને ભેદીને લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. અર્થાત્ લવણ સમુદ્રમાં મળી જાય છે.
આ ગંગા મહાનદીની પહોળાઈ મૂલમાં–શરૂઆતમાં ૬ જન ૧ ગાઉની અને અને ઉંડાઈ છે ગાઉની હોય છે. પછી જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પહેબાઈ અને ઉંડાઈ વધતી જાય છે. યાવત્ પ્રવેશ વખતે પહોળાઈ ૬રા જન અને ઉડાઈ ૧ જનની થાય છે. ૨૧૨-૧૧૩
આ વર્ણન ગ્રંથકાર દશ ગાથામાં જણાવે છે. एयाओ हरयाओ, पुव्वद्दारेण निग्गया गंगा। पुव्वाभिमुहं गंतूण, जोयणाणं सए पंच॥२१४॥ गंगावत्तणकूडे, आवत्ता दाहिणामुहं तत्तो। पंचसए गंतूणं, तेवीसे तिन्नि उ कलाउ॥२१५॥ निवडइ गिरिसिहराओ,गंगाकुंडम्मि जिभियाए उ। मगरवियट्टाहरसं-ठियाए वइरामयतलम्मि॥२१६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org