________________
૩૩૭
જનદષ્ટિએ મહા ભૂગળ-યુગલિક મનુષ્યનું સ્વરૂપ
હવે હૈમવત હૈરણ્યવંત ક્ષેત્રના મનુષ્યોનું પ્રમાણ વગેરે કહે છે. गाउयमुच्चा पलिओ-वमाउणो वज्जरिसहसंघयणा। हेमवएरन्नवए, अहमिंद नरा मिहुणवासी॥२५३॥ चउसट्टी पिट्टकर-डयाण मणुयाण तेसिमाहारो। भत्तस्स चउत्थस्स य,गुणसीदिणवच्चपालणया॥२५४॥ છાયા–જબૂતમુ પો માપુ વગંજમાંના |
हैमवते हैरण्यवते च अहभिन्द्रनराः मिथुनवासिनः ॥२५३॥ चतुः षष्टिपृष्ठकरण्डकानां मनुष्याणां तेषामाहारः ।
भक्तस्य चतुर्थस्य च एकोनाशीति दिनापत्यपालना ॥२५४॥
અર્થ– હેમવંત હૈરયવંત ક્ષેત્રના મિથુનવાસી મનુષ્યો અહંઈન્દ્ર, વાગડષભનારા, સંઘથણવાળા, એક ગાઉ ઉંચા, એક પલ્યોપમના આયુષ્યવાળા, ચોસઠ પાંસળીઓવાળા હોય છે. તેમનો આહાર ચોથભક્ત (એક દિવસના અંતરે) અને અગણ્યાએંસી દિવસ પિતાના સંતાનનું પાલન હોય છે.
વિવેચન–હૈમવંત ક્ષેત્ર અને હરણ્યવંત ક્ષેત્રમાં સઘળાં કે મનુષ્યો સ્ત્રીપુરુષ સાથે જ રહેવાના સ્વભાવવાળા હેવાથી મિથુનવાસી કહેવાય છે. અર્થાત યુગલરૂપે બને સાથે જ જન્મ પામે છે. પ્રથમ બાળક-બાળીકારૂપે હોય છે, તે મોટાં થતાં પતિ-પત્નીરૂપે સાથે રહે છે અને મૃત્યુ પણ પ્રાયઃ સાથે જ થાય છે. તેથી યુગલિયા, જુગલિયા કે મિથુનવાસી તરીકે કહેવાય છે.
આ બન્ને ક્ષેત્રમાં જન્મેલા યુગલિકાના શરીરની ઉંચાઈ એક ગાઉની હેય છે. ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું અને જઘન્ય આયુષ્ય પલ્યોપમના અસંખ્ય ભાગ ન્યૂન એક પલ્યોપમનું હોય છે.
જીવાભિગમ સૂત્રમાં સ્ત્રીને આશ્રીને કહ્યું છે કે હે ભગવંન ! હૈમવંત અને હૈરણ્યવંત અકર્મ ભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય સ્ત્રીની કેટલી કાલની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! જાન્યથી કંઈક ન્યૂન ૧પમ–પાપમને અસંખ્ય ભાગ ન્યૂન ઉત્કૃષ્ટથી એક પલ્યોપમની સ્થિતિ કહી છે.'
' ૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org