________________
૩૧૭
જૈનદષ્ટિએ મહા ભૂગળ-નદીઓનું સ્વરૂપ છાયા–શિવરિળ શf g grefકે રુક્મનિ.
नवरं सलिला रक्ता पूर्वेणापरेण रक्तवती ॥२३८॥
અર્થ–શિખરી પર્વત ઉપર પણ આજ ક્રમ છે. પરંતુ પુંડરિક દ્રહમાં લક્ષ્મી દેવીનું ભવન, પૂર્વ દિશામાં રક્તા અને પશ્ચિમ દિશામાં રક્તવતી નદી છે.
વિવેચન–જેમ હિમવંત પર્વત ઉપર પદ્મદ્રહમાં શ્રીદેવીનું ભવન, કમળો, નદીઓનું નીકળવું વગેરે જે પ્રકારે જવું છે તે પ્રકારે તેવું બધું જ શિખરી પર્વત ઉપર પણ જાણવું. વિશેષતા એ છે કે શિખરી પર્વત ઉપરના દ્રહનું નામ પુંડરિક દ્રહ છે અને તેમાં ભવન લક્ષ્મીદેવીનું છે. પૂર્વ દિશામાં રક્તા મહાનદી, પશ્ચિમ દિશામાં રક્તવતી મહાનદી અને દક્ષિણ તરફથી સુવર્ણફૂલા નામની મહાનદીઓ નીકળે છે. ૨૩૮
सलिला सुवण्णकूला दाहिणओचेव दोहिं कोसेहि। वियडावइमप्पत्ता, पुव्वेणुदहिंसमोगाढा॥२३९॥ છાયા–જિલી સુવરા રક્ષિત વિવ દ્વાચ્યાં શાખ્યાન |
विकटापातिनमप्राप्ता पूर्वेणोदधिं समवगाढ ॥२३९॥
અર્થ–સુવર્ણકૂલા નદી દક્ષિણ તરફથી જ નીકળી વિકટાપાતીથી બે ગાઉ દૂરથી પૂર્વ તરફ સમુદ્રમાં પ્રવેશે છે.
વિવેચન–શિખરી પર્વત ઉપરના પુંડરિક દ્રહમાંથી જે ત્રણ મહાનદીઓ નીકળે છે. તેમાં સુવર્ણકૂલા નામની મહાનદી પુંડરિક દ્રહના દક્ષિણ દિશા તરફના તરણદ્વારથી બહાર નીકળી પર્વત ઉપર જ દક્ષિણ તરફ વહેતી પર્વતના છેડે આવી છફિવકાથી હિરણ્યવંત ક્ષેત્રમાં સુવર્ણકૂલા પ્રપાતકુંડમાં પડી, દક્ષિણ તરણેથી નીકળી આગળ વધતી ૧૪૦૦૦ નદીઓ સાથે વિકટાપાતી વૃત્તવૈતાઢ્ય પર્વતને બે ગાઉ દૂર રાખી પૂર્વાભિમુખ વળી જાય છે. અને પૂર્વ તરફ વહેતી બીજી ૧૪૦૦૦ નદીઓ ભેગી થતા કુલ ૨૮૦૦૦ નદીઓ સાથે પૂર્વ દિશા તરફની જગતીને નીચેથી ભેદીને સમુદ્રમાં મળે છે–પ્રવેશે છે.
સુવર્ણકૂલા મહાનદીને શરૂઆતમાં પ્રવાહ ૧રા જન પહોળો અને ૧ ગાઉ ઉડો હોય છે. પછી ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશતી વખતે ૨૫ જન પહેળો અને રા જન ઉંડો હોય છે. વધુ વર્ણન હિતાંશા મહાનદી સમાન જાણવું. ૨૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org