________________
જેનદષ્ટિએ મહા ભૂગાળ–નદીઓનું સ્વરૂપ
૩૨૧ આ હરિકાંતા મહાનદીને પ્રવાહ પ્રારંભમાં રપ યોજન પહેળે, બે ગાઉ ઉડે હેય છે અને ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૨૫૦ યોજન પહોળો અને ૫ યોજન ઊંડે હોય છે. ૨૪૨
આજ વાત (આહિવટાદિ બમણા બમણા છે તે ) કહેવાની ઈચ્છાવાળા મૂલ ગ્રંથકાર પ્રથમ હરિવર્ષાદિ ક્ષેત્રમાંની બે નદીઓ વૃત્તવૈતાઢય અથવા મેરુ પર્વતથી જેટલી દૂર રહે છે તે જણાવે છે. दोण्हं दोण्हं नईणं, उभओविय जावसीय सीओया।
खेत्ते खेत्त य गिरिं,अप्पत्ता दुगुणदुगुणेणं ॥२४३॥ છાયા–તે તેની માતોsfe ૨ વાવ શી શીતલા.
क्षेत्रे क्षेत्रे च गिरिं अप्राप्ता द्विगुणद्विगुणेन ॥२४३॥
અર્થ–બન્ને બાજુનાં ક્ષેત્રોમાં બે બે નદીઓ પણ પર્વતથી બમણા–બમણા ક્ષેત્રપ્રમાણથી દૂર રહે છે. યાવત શીતા અને શીતાદા સુધી.
વિવેચન–બન્ને બાજુનાં ક્ષેત્રોમાં એટલે મેરુ પર્વતથી દક્ષિણ તરફના ક્ષેત્રો અને ઉત્તર તરફના ક્ષેત્રોમાં હરિવર્ષ ક્ષેત્ર આદિ ક્ષેત્રોમાં જે બે બે નદીઓ વહે છે તે વૃત્તવૈતાઢય અથવા મેરુ પર્વત પાસે પહોંચતા પૂર્વે જ દિગુણ દ્વિગુણ ક્ષેત્રપ્રમાણ દૂર રહે છે તે ત્યાંથી વળાંક લઈને પૂર્વ સમુદ્ર તરફ અથવા પશ્ચિમ સમુદ્ર તરફ વહે છે. યાવત્ શતા-શીતાદા નદી. તે આ પ્રમાણે– - દક્ષિણ તરફથી હૈમવંત ક્ષેત્રમાં રોહિતાશા નદી અને રોહિતા નદી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ આગળથી વળાંક લઈને વહે છે.
હરિવર્ષ ક્ષેત્રમાં હરિકાંતા નદી અને હરિસલિલા નદી ગંધાપાતી વૃત્તવૈતાત્ય પર્વતથી એક યોજન આગળથી વળાંક લઈને વહે છે.
મહાવિદેહ ક્ષેત્રમાં શીતા અને શીતદા નદી મેરુ પર્વતથી બે યોજન આગળથી વળાંક લઈને વહે છે.
ઉત્તર તરફથી હૈરણ્યવંત ક્ષેત્રમાં સુવર્ણફૂલ નદી અને પ્રફૂલા નદી વિકટાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ આગળથી વળાંક લઈને વહે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org