________________
૩૨૮
બૃહત્ ક્ષેત્ર સમાસ સમાન જોધ-ધારથી ઉત્તરકુરુ ક્ષેત્રમાં ૪૮૦ એજન લાંબો-પહોળો ગોળાકારે ૧૫૧૮ યોજનથી કંઈક ન્યૂત પરિધિવાળા શીતા પ્રપાતકુંડમાં પડે છે.
આ કુંડને પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં એક એક એમ ત્રણ તારણ છે. કુંડના મધ્ય ભાગમાં ૬૪ યોજન લાંબ–પહેળો ગોળાકારે ૨૦૨ યોજન પરિધિવાળે. પાણીથી ૨ ગાઉ ઉંચો શીતા નામનો દ્વીપ છે. તેના મધ્ય ભાગમાં શીતાદેવીને યોગ્ય એક ગાઉ લાંબુ, બે ગાઉ પહેળું, ૧૪૪૦ ધનુષ ઉંચુ સુંદર ભવન છે.
કુંડના દક્ષિણ તરણેથી શીતા મહાનદી નીકળી દક્ષિણ તરફ વહેતી ઉત્તરકુરુના બે યમક પર્વતને તથા નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત અને માલ્યવંત નામના પાંચ કહેના બે ભાગ કરતી, દક્ષિણ તરફ ભદ્રશાલ વન સુધી આગળ વધે છે. અહીં સુધીમાં વચમાં ૮૪૦૦૦ નદીઓ શીતા મહાનદીમાં ભળે છે. આગળ વધતી મેરુ પર્વત બે બેજન દૂર રહે ત્યાંથી વળાંક લઈ પૂર્વ તરફ રહેલ માલ્યવંત વક્ષરકાર પર્વતના નીચેના ભાગને ભેદીને પૂર્વ દિશામાં આગળ વધતી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના બે વિભાગ કરતી અને દરેક વિજયની ૨૮૦૦૦-૨૮૦૦૦ નદીઓથી પુરાતી કુલ ૫૩૨૦૦૦ નદીઓ સાથે પૂર્વ દિશાની જગતીના વિજ્ય દ્વારની નીચેથી જગતીને ભેદીને પૂર્વ સમુદ્રને મળે છે.
શીતા મહાનદીને શરૂઆતમાં પ્રવાહ કુંડમાંથી નીકળતા ૫૦ જન પહોળો અને ૧ જન ઉડે હોય છે. પછી ક્રમસર વધતા સમુદ્રમાં પ્રવેશતા ૫૦૦ યોજન પહોળો અને ૧૦ એજન ઉડો હોય છે.
શીતા મહાનદીમાં જે નદીઓ મળે છે તે આ પ્રમાણે–
ભદ્રશાલ વન સુધીમાં ઉત્તરકુરુ ક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓ તે પછી પૂર્વાભિમુખ આગળ વધતાં પૂર્વ મહાવિદેહની દક્ષિણ તરફની ૮ વિજયે ૯ થી ૧૬ દરમાં બે રક્તા નદી અને રક્તવતી નદી દરેક ૧૪૦૦૦-૧૪૦૦૦ પરિવારવાળી અને ઉત્તર તરફની ૮ વિજયે ૧ થી ૮ દરેકમાં બે ગંગા નદી અને સિંધુ નદી દરેક ૧૪૦૦૦
૧૪૦૦૦ પરિવારવાળી શીતા મહાનદીમાં મળે છે. એટલે દરેક વિજયની કુલ ૨૮૦૦૦-૨૮૦૦૦ નદીઓ ભેગી થાય છે.
૨૮૦૦૦૪૧૬=૪૪૮૦૦૦ નદીઓ ૧૬ વિજયોની
- ૮૪૦૦૦ નદીઓ ઉત્તરકુરની કુલ ૫૩૨૦૦૦ નદીઓ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org