________________
૩૧૬
બૃહત્ ક્ષેત્ર સમાસ રહિતાંશા મહાનદીને પ્રવાહ શરૂઆતમાં ૧રા જન પહોળો અને ૧ ગાઉ ઉડે હોય છે. પછી ક્રમસર વધતા વધતા સમુદ્રમાં પ્રવેશ વખતે ૧૨૫ યોજન પહેળો અને રા યજન ઉડે હોય છે ર૩૫
આ વાત ગ્રંથકાર જણાવે છે. तोरणवरेणुदीणेण निग्गया निययकुंडओसावि। सदावई नगवरं,अप्पत्ता दोहिं कोसेहिं ॥२३६॥ अवरेण परावत्ता, अडवीसनईसहस्सपरिवारा। गंगादुगुणपमाणा, अवरेणुदहिं अणुप्पत्ता॥२३७॥ છાયા–તળવનોવીન્ટેન નિતા નિઝફુગ્લાસ્ પાડી છે
शब्दापातिनं नगवरं अप्राप्ता द्वाभ्यां क्रोशाभ्याम् ॥२३६॥ , अपरेण परावृत्ता अष्टाविंशतिनदीसहस्रपरिवारा । गङ्गाद्विगुणप्रमाणापरेणोदधिमनुप्राप्ता ॥२३७।।
અર્થ–તે પણ પોતાના કુંડમાંથી નીકળેલી શબ્દાપાતી પર્વતથી બે ગાઉ દૂરથી પશ્ચિમ તરફ વળતી અઠ્ઠાવીસ હજાર નદીઓના પરિવાર સાથે ગંગા નદીથી ડબલ પ્રમાણવાળી પશ્ચિમ સમુદ્રમાં મળે છે.
વિવેચન-રેહિતાંશા મહાનદી પણ પોતાના નામના હિતાંશા પ્રપાતકુંડના ઉત્તર દિશા તરફના તોરણેથી નીકળી આગળ વધતી શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વતથી બે ગાઉ પહેલા–એટલે વૃત્તવૈતાઢય પર્વતને બે ગાઉ દૂર રાખી પશ્ચિમ દિશામાં વળે છે. અને આગળ વધતા કુલ ૨૮૦૦૦ નદીઓના પરિવાર સાથે ગંગા નદી કરતા ડબલ પ્રવાહ-(એટલે શરૂઆતમાં ૧રા યોજન પહોળી અને ૧ ગાઉ ઉંડો પ્રવાહ ક્રમસર વધતા વધતિ સમુદ્રમાં પ્રવેશ વખતે ૧૨૫ યોજન પહોળો અને રા યોજન ઊંડો પ્રવાહ થાય છે.) પશ્ચિમ દિશાની જગતીના નીચેના ભાગને ભેદીને સમુદ્રમાં પ્રવેશે છે. ૨૩૬-૨૩૭
હવે શિખર પર્વતની નદીઓનું સ્વરૂપ જણાવે છે. सिहरिम्मि विएसकमो, पुंडरियदहम्मि लच्छिनिलयम्मि। नवरं सलिला रत्ता, पुव्वेणवरेण रत्तवई ॥२३८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org