________________
જે દષ્ટિએ મહા ભૂળ-પદ્મદ્રહનું સ્વરૂપ
૨૯૫ ગંગાપ્રપાત કુંડમાં પડે છે. ગંગાપ્રપાત કુંડનું તળીયું અને પડખા વજાય છે. કિનારો રજતમય, રેતી સુવર્ણ–રજતમય છે અને ઉતરવાને ભાગ-ઢાળ વિવિધ પ્રકારના મણિઓથી જડેલ છે. આવા ગંગાપ્રપાત નામના કુંડમાં નદીનો પ્રવાહ ઉપરથી પડે છે. ત્યારે તેને દેખાવ મોતીને હાર ન હોય તેવો વેત વર્ણને દેખાય છે. પાણી જી હેવકામાંથી પડતું હોવાથી નદીનું પાણી પર્વતને ઘસાઇને પડતું નથી પણ બે ગાઉ લાંબી જીભ હોવાથી પાણીને ઘેધ પર્વતથી તેટલે દૂર રહેતો પડે છે.
ગંગાપ્રપાત કુંડ ૬૦ જન લાંબ–પહાળો ગોળાકારે ૧૮૦ એજનથી અધિક પરિધિવાળો અને ૧૦ એજન ઉડે છે.
સો પાંખડીવાળા, હજાર પાંખડીવાળા વિવિધ પ્રકારના સુગંધી કમળોથી ભરપુર કુંડ છે. વળી તેમાં સુંદર મધુર અવાજ કરતા અનેક પક્ષીઓની આવ-જાવથી કુંડ અત્યંત રમણીય લાગે છે.
કુંડની ફરતી પદ્મવર વેદિકા અને વનખંડ આવેલું છે.
ગંગા પ્રપાત કુંડને પૂર્વ દિશા, પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશામાં સુખપૂર્વક ઉતરવા માટે પગથિયાની પંક્તિ છે. આ પગથિયા ઉપર વજામય તંભ, સુવર્ણ–રજતમય પાટિયા, વિવિધ મણિમય કઠેડો, એક એક પગથિયા ઉપર વિવિધ રત્નમય તરણે (ાતી ઉપરની પુષ્કરિણીના તારણ જેવા) રહેલા છે.
ગંગા પ્રપાત કુંડને બરાબર મધ્ય ભાગમાં ૮ જન લાંબો-પહોળો અને ર૫ જનથી અધિક પરિધિવાળો એક મોટો વજમય ગંગા નામને દ્વીપ છે. તે પાણીથી બે ગાઉ ઉંચે છે અને દ્વીપને ફરતો વનખંડ તથા પદ્મવર વેદિકા આવેલી છે.
ગંગા દ્વીપની ઉપર સમભૂમિમાં ગંગાદેવીને એગ્ય વિવિધ પ્રકારના મણુઓથી જડેલા સેંકડો થંભવાળું ભવન છે. આ ભવન ૧ ગાઉ લાંબુ, બે ગાઉ પહેલું અને એક ગાઉમાં કંઈક ન્યૂન એટલે ૧૪૪૦ ધનુષ ઉંચુ છે. વળી તેને પૂર્વ-દક્ષિણ અને ઉત્તર દિશામાં ૫૦૦ ધનુષ ઉંચા, ૨૫૦ ધનુષ પહેના દ્વાર છે. આ પહેલાઈ આ ખા દ્વારની જાણવી. પણ કમાડની નહિ, કમાડ તે પહોળાઈને અનુસાર ૧૨૫ ધનુષના છે.
આ ભવનના મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ લાંબી, ૨૫૦ ધનુષ પહેળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણિમય પીઠિકા છે. તેના મધ્ય ભાગમાં ગંગાદેવીને એગ્ય એક
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org