________________
૨૮૪
બૃહત ક્ષેત્ર સમાસ કર્ણિકા ૨ ગાઉ લાંબી-પહોળી ગોળાકારે અને ૬ ગાઉથી અધિક પરિધિવાળી છે. તેના મધ્યભાગમાં મણિમય અનેક સ્તંભોથી યુક્ત એક ગાઉ લાંબું, બે ગાઉ પહેલું એક ગાઉમા કંઇક ન્યૂન એટલે ૧૪૪૦ ધનુષ ઉંચુ શ્રી દેવીનું ભવન છે.
આ ભવનને પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ત્રણ દિશામાં એક એક ૫૦૦ ધનુષ ઉંચા ૨૫૦ ધનુષ પહેળા, પ્રવેશને ભાગ પણ ૨૫૦ ધનુષવાળા સુંદર દરવાજા છે. દરવાજાના કમાંડ ૧૨૫ ધનુષ પહેલા હોય છે.
શ્રીદેવીના આ રત્નમય ભવનના અતિ મધ્ય ભાગમાં ૫૦૦ ધનુષ લાંબી-પહોળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણિમય મેટી મણિપીઠિકા આવેલી છે. પીઠિકા એટલે ચોતરા જેવો ભાગ. મણિરત્નમય હોવાથી મણિપીઠિકા કહેવામાં આવે છે. આ મણિપીઠિકા ઉપર શ્રીદેવીને શયન કરવા યોગ્ય દિવ્ય શય્યા છે.
શિયાનું સ્વરૂપ –શય્યાના મુખ્ય ૪ પાયા સુવર્ણના છે. મૂળ પાયાને દઢ કરવા પ્રતિપાયા (કમાન આકારના ઈસ અને પાયાને લગાવેલ તીર) મણિરત્નના, ઇસ વગેરે જાંબૂનદમય સુવર્ણના, વચમાં ભરેલી પાટી વિવિધ રત્નમય, તેના ઉપર લહિતાક્ષ રત્નમય ઓશીકા, તપનીય સુવર્ણમય ગાલમસુરિયા–ગોળાકાર એશિકા, દેવીના શરીરપ્રમાણ લાંબુ ગાદલું, ગાદલાં ઉપર શરીર પ્રમાણ લાંબા બે પડખે બે લાંબા ઓશિકા, પગ અને માથાના સ્થાને પણ ઓશિકા હેવાથી શય્યા બે બાજુ ઉંચીઉન્નત, અને વચમાં ગંભીર કંઈક ઉંડી લાગે પગ મૂકતાં અંદર ઉતરી જાય એવી અને કેમળ શમ્યા છે. તેના ઉપર ચાદર પાથરેલી છે. નહિ સૂવાના વખતે ચાદર ઉપર બીજે ઓછોડ પાથરેલો રહે છે. શમ્યાન ચારે પાયાની લાકડીમાં સુંદર મચ્છરદાની બાંધેલી હેવાથી શય્યા ઘણું જ મનોહર લાગે છે.
જ્યાં જ્યાં દેવ-દેવીઓની શય્યા આવે તે શય્યા આ પ્રમાણે જાણવી.
આ શય્યામાં શ્રીદેવી સુખપૂર્વક બેસે છે, સૂએ છે, આરામ કરે છે અને પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલ પુણ્યના ફળ સ્વરૂપ દિવ્ય સુખને અનુભવે છે. ૧૯૬ થી ૨૦૩
હવે આ કમલને પરિવાર કહે છે. तं पउमं अन्नणं, तत्तोअद्धप्पमाणमित्ताणं। आवढियं समंता, पउमाणहस्सएणं तु॥२०४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org