________________
૨૮૮
બૃહત્ ક્ષેત્ર સમાસ તે નિર્ણય જણાવવામાં આવે છે અને મધ્ય સભાવાળા દેવો તે કાર્ય કરવા માટે બાહ્ય પર્ષદાના દેવોને જણાવે છે.
બાહ્ય સભાના દેવ નિર્ણિત થયેલા કાર્યને કરવાવાળા હોય છે. પણ ગુણદેષને વિચાર કરવાનું તેઓને હોતું નથી. - આ ત્રણે પર્ષદાના દેવોના કમળો આ બીજા વલયમાં છે, તે આ પ્રમાણે –
મૂલે મળથી અગ્નિ ખૂણામાં શ્રીદેવીના અત્યંતર પર્ષદાના ૮૦૦૦ દેના ૮૦૦૦ કમળો છે. દક્ષિણ દિશામાં શ્રીદેવીને મધ્ય પર્ષદાના ૧૦૦૦૦ દેવોના ૧૦૦૦૦ કમળો છે. નૈઋત્ય ખૂણામાં શ્રીદેવીને બાહ્ય પર્ષદાના ૧૨૦૦૦ દેવોના ૧૨૦૦૦ કમળો છે. પશ્ચિમ દિશામાં શ્રીદેવીના સાત (–મહિષ, અશ્વ, હસ્તિ, રથ, સુભટ, ગંધર્વ અને નટ) સૈન્યના અધિપતિ ૭ દેના ૭ મળે છે.
બીજા વલયમાં સામાનિક દેવના ૪૦૦૦ કમળો મહત્તરિકા દેવીઓના અત્યંતર પર્ષદાના દેવના ૮૦૦૦ મધ્યમ છે , ૧૦૦૦૦ , બાહ્ય
by ૧૨૦૦૦ , અનીકાધિપતિ દેવના
કુલ ૩૪૦૧૧ કમળે છે. આ બધા કમળો એક ગાઉના વિરતારવાળા છે. ર૦૫ થી ૨૧૦
હવે ત્રીજા વલયના કમળ જણાવે છે. चाउदिसि पिपउमस्स, तस्स सिरिदेविआयरक्खाणं। सोलसपउमसहस्सा, तिन्नि य अन्ने परिक्खेवा॥२११॥ છાયા–રદ્ધિક્ષ વ િવ તા થવ્યાત્મરક્ષાના
षोडश पद्मसहस्राणि त्रयश्चान्ये परिक्षेपाः ॥२११॥
અર્થ–તે કમળની ચારે દિશામાં પણ શ્રીદેવીના આત્મરક્ષક દેના સોલ હજાર કમળે છે. તથા બીજા ત્રણ વલયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org