________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-પઘદ્રહનું સ્વરૂપ
૨૮૯ વિવેચન–મુખ્ય કમળની ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશામાં શ્રીદેવીના ૧૬૦૦૦ આત્મરક્ષક દેના ૧૬૦૦૦ કમળો છે. દરેક દિશામાં ૪૦૦૦૪૦૦૦ કમળો છે. | દેવીને અંગને કોઈ જાતનું નુકશાન થવા ન પામે તે માટે ઉઘાડા શસ્ત્ર રાખીને નજર રાખનારા સાવધાન વૃત્તિવાળા ૧૬ ૦૦૦ આત્મરક્ષક દેવો છે.
દેવી જ્યારે સભામાં બેસે ત્યારે આત્મરક્ષક દેવ ઉઘાડા શસ્ત્ર રાખીને ચારે દિશામાં ૪૦૦૦-૪૦૦૦ આત્મરક્ષક દેવ ગોઠવાઈ જાય છે, માટે આ દેવને આત્મરક્ષક અથવા અંગરક્ષક કહેવામાં આવે છે. ૨૧૧
ત્રણ વલયે કહેવામાં આવ્યા. બીજા પણ ત્રણ વલમાં ક્યા વલયમાં કેટલા કમળો છે, તે કહે છે. बत्तीस सयसहस्सा,पउमाणभितरे परिक्खेवे। चत्तालीसंलक्खा, मज्झिमए परिरए होति ॥२१२॥ अडयालीसंलक्खा, बाहिरए परिरयम्मि पउमाणं। एमेसिपउमाणं, कोडी वीसंचलक्खाइं॥२१३॥ છાયા–aráશત શતHહાનિ પાનામખ્યત્તરે gfક્ષેપ
चत्वारिंशत् लक्षाः मध्ये परिरये भवन्ति ॥२१२॥ अष्ट चत्वारिंशत् लक्षाः बाह्ये परिरये पद्मानाम् । एवमेषां पद्मानां कोटी विंशतिश्च लक्षाणि ॥२१३॥
અર્થ—અત્યંતર વલયમાં બત્રીસ લાખ કમળો, મધ્ય વલયમાં ચાલીસ લાખ કમળો અને બાહ્ય વલયમાં અડતાલીસ લાખ કમળો છે. આ પ્રમાણે કુલ એક કોડ વીસ લાખ કમળે છે.
વિવેચન-શ્રીદેવીને ત્રણ પ્રકારના આમિગિક દે છે. આભિગિક દેવ એટલે હુકમનું પાલન કરનારા સેવક દેવો. તેમાં ઉત્તમ, મધ્યમ અને અધમ કાર્ય કરવાના ભેદથી ત્રણ ભેદ કહેલા છે.
ઉત્તમ–મોટા માનમર્યાદાવાળા સેવ, કે જે દેવીને ઉત્તમ કાર્યોમાં જોડાયેલા
૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org