________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-પાદ્રહનું સ્વરૂપ
૨૮૭ મળની દક્ષિણ દિશામાં શ્રીદેવીના મધ્યમ પર્ષદાના દશ હજાર દેવોના દશ હજાર કમળો છે.
કમળની દક્ષિણ પશ્ચિમ–નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના બાર હજાર દેના બાર હજાર કમળો છે.
કમલની પશ્ચિમ દિશામાં શ્રીદેવીના સાત અનીકાધીપતિ દેવોના વિકસિત-હજાર પાંખડીવાળા સાત કમળો છે.
વિવેચન–શ્રીદેવીને મુખ્ય કમળને ફરતા ૬ વલયો છે. મુખ્ય કમલને ફરતું પહેલું વલય છે, તેમાં ૧૦૮ કમળો છે. હવે બીજુ વલય પહેલા વલયને ફરતું રહેલું છે. તેમાં વાયવ્ય ખૂણામાં, ઈશાન ખૂણામા અને ઉત્તર દિશામાં શ્રીદેવીનો ૪૦૦૦ સા માનિક દેવોના ૪૦૦૦ કમળો છે. * સામાનિક દે એટલે શ્રીદેવીની સરખી ઋદ્ધિવાળા દેવો. જેઓ શ્રીદેવીના કારભારમાં કંઈક ભાગ લેનારા હોય છે. શ્રીદેવીનું ચ્યવન થયા બાદ તે સ્થાને જ્યાં સુધી બીજી શ્રીદેવી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી એમાંના ૪-૫ મુખ્ય દેવે મળીને સંચાલન ચાવે છે. તાજ વિનાના રાજા સરખા દે સામાનિક દેવો કહેવાય છે. આ દેવોના ૪૦૦૦ કમળો એક ગાઉના વિરતારવાળા છે.
મુખ્ય કમળની પૂર્વ દિશામાં શ્રાદેવીની મહત્તરિકા એટલે દેવીની વડેરી. કહદેવાને પણ પૂજ્ય એવી ૪ દેવીઓના ૪ કમળો છે, જે કમળો ઉપર ભ્રમરીઓના સહે ગુંજારવ કરતા હોવાથી વાતાવરણ અત્યંત મનોહર હોય છે.
દરેક દ્રહ દેવીઓને ત્રણ ત્રણ પર્ષદા-સભા હોય છે. પહેલી અત્યંતર પર્ષદા, બીજી મધ્ય પર્ષદા, ત્રીજી બાહ્ય પર્વદા કહેવાય છે.
અત્યંતર પર્ષદાના દેવો ઘણા માનમોભાવાળા હેવાથી દેવી બોલાવે ત્યારે જ દેવા. પાસે જનારા હોય છે. મધ્ય પર્ષદાના દેવો દેવી બોલાવે કે ન બોલાવે તે પણ જરૂર પડે દેવી પાસે જાય છે. બાહ્ય પર્ષદાન દે દેવીની બોલાવવાની અપેક્ષા રાખતા નથી, પરંતુ વિના બોલાવે કામ હોય કે ન હોય તે પણ આવજાવ કરનારા હોય છે.
અમુક કાર્ય માટે પ્રથમ અત્યંતર સભાના દેવો સાથે મંત્રણા ચલાવે છે અને નિર્ણય અત્યંતર સભા દ્વારા જ થાય છે. કાર્ય નક્કી થયા પછી મધ્ય સભાના દેવોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org