________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-પદ્રહનું સ્વરૂપ
૨૯૧ પ્રશ્ન–ચોથા, પાંચમા અને છઠા વલયમાં ૩ર લાખ, ૪૦ લાખ અને ૪૮ લાખ કમળો કહ્યાં. તો આટલાં કમળો એક એક વલયમાં કેવી રીતે સમાય ? કેમકે ૫૦૦
જન પહોળા દ્રહમાં મોટામાં મોટો પરિધિ ગણીએ તો પણ ૧૬૦૦ યોજનમાં ન્યૂન આવે. તેના ધનુષ ગણતાં ૧૨૮ લાખ ધનુષ જેટલી પરિધિ થાય. તો આટલી પરિધિમાં ૩ર લાખ, ૪૦ લાખ અને ૪૮ લાખ કમળો કેવી રીતે સમાય ? પાંચમા વલયમાં દરેક કમળ ૨૫૦ ધનુષના વિસ્તારવાળું છે. ૮૦૦૦૦૦ ગાઉમાં તે ૩૨ લાખ કમળો સમાય તેના ધનુષ કરતાં ૧૬૦ ક્રોડ ધનુષ જેટલી જગ્યા જોઈએ. એ રીતે ચોથા વલયના જ કમળ સમાઈ શકતા નથી તો પાંચમા અને છઠા વલયના કમળની વાત જ શી ?
ઉત્તર–પરિધિના ગણિત પ્રમાણે જે જે વલોનાં કમળો એક વલયમાં સમાઈ શકે એમ ન હોય તે તે વલયના મળો એક જ પરિધિમાં નહિ પણ અનેક પરિધિમાં રહેલાં તે કમળો જાણવા. અનેક વલ હોવા છતાં પણ એક જાતિના એ સર્વ મેળો હેવાથી એક વલય તરીકે ગણાય. જે કમળ પ્રમાણમાં સરખા હોય તેની એક જાતિ જાણવી.
ઉપર કહેલાં કમળોમાં છ જ વલયે છે એમ નથી, પણ અનેક વલયો છે, સરખા પ્રમાણવાળા એક જાતિના કમળોના અનેક વલયને જાતિ અપેક્ષાએ એક ગણને છ વલય કહેવામાં આવ્યા છે. આ ભાવાર્થ શ્રી અંબુદ્વીપ પજ્ઞપ્તિસૂત્રમાં જણાવેલ છે. | સર્વ કમળને દ્રહમાં સમાવેશ–૧૦૦૦ યોજન લાંબા અને ૫૦૦ જન પહેળા પદ્મદ્રહનું ક્ષેત્રફળ ૧૦૦૦૪૫૦૦=૫૦૦૦૦૦ યજન થાય.
સર્વ મેળો માટે ૨૦૦૦૫ યોજન પ્રમાણ ક્ષેત્રફળ જોઈએ. આથી સર્વ કમળ સુખે સમાઈ શકે છે. તે આ પ્રમાણે–
મુખ્ય કમળ એક જનનું અને તેને ફરતે ૧૨ જન વિસ્તારવાળો કોટ હેવાથી એક છેડાથી બીજા છેડા સુધીના વ્યાસ ૧૨+૧+૧=૨પ જન થાય. એટલે પહેલા કમળથી પછીનું પહેલું વલય શરૂ થાય ત્યાં સુધી ૨૫ જન ક્ષેત્ર રોકાય.
પ્રથમ વલયના કમળો ૨ ગાઉ પ્રમાણવાળા છે, એટલે એક યોજનમાં કમળો સમાય જેથી ૧૦૮ કમળોને ૨૭ જન જોઈએ. અહીં વલયાકારમાં જગ્યા ધણું છે એટલે એક જ વલયમાં ૧૦૮ કમળો રહેલાં છે.
- ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org