________________
૨૯૨
બૃહત ક્ષેત્ર સમાસ બીજા વલયમાં ૩૪૦ ૧૧ કમળો છે. દરેક કમળ ૧ ગાઉ પ્રમાણ વિસ્તારવાળું છે, જેથી એક જન પ્રમાણ ક્ષેત્રફળમાં ૧૬ કમળો સમાય. ૩૪૦૧૧ ને ૧૬ થી ભાગતા ૨૧૨પ-યજન ક્ષેત્ર બીજા વલયના કમળોને જોઇએ. આ વલયમાં પૂર્વ દિશામાં ૪ કમળો, એક પંક્તિમાં, પશ્ચિમ દિશાના ૭ કમળો એક પંક્તિમાં અને બાકીના ૩૪૦૦૦ કમળો પોતપોતાની દિશામાં અનેક પંક્તિ–વલયમાં ગોઠવાયેલા જાણવા. આ વલય વિષમાકાર છે.
ત્રીજા વલયમાં ૧૬૦૦૦ કમળો છે. દરેક કમળ બે ગાઉ વિરતારવાળું છે. એક યોજન ક્ષેત્રફળમાં ૬૪ કમળો સમાઈ શકે. માટે ૧૬૦૦૦ ને ૬૪ થી ભાગતા ૨૫૦
જન આવે જેથી ૧૬ ૦૦૦ કમળને ૨૫૦ યોજન જોઈએ. આ ૧૬૦૦૦ કમળ એક વલયમાં રહેલાં છે. કેમકે ક્ષેત્ર પુરતું છે.
ચોથા વલયમાં ૩૨ લાખ કમળ છે. દરેક કમળ ગાઉ વિરતારવાળુ છે. એક જન ક્ષેત્રફળમાં ૨૫૬ કમળ સમાય. જેથી ૩૨૦૦૦૦૦ ને રપ૬ થી ભાગતાં ૧૨૫૦૦ યજન આવે. ૩૨૦૦૦૦૦ કમળો એક વલયમાં સમાઈ ન શકે આથી આ વલયનાં કમળો એનેક પંક્તિમાં રહેલાં છે.
પાંચમા વલયમાં ૪૦ લાખ કમળો છે. દરેક કમળ અગાઉ પ્રમાણ છે. માટે એક યોજન ક્ષેત્રફળમાં ૧૦૨૪ કમળ સમાય ૪૦૦૦૦૦૦ ને ૧૦૨૪ થી ભાગતાં ૩૯૬-યોજન આવે આટલુ ક્ષેત્ર ૪૦૦૦૦૦૦ કમળો કે, આથી આ વલયમાં પણ અનેક પંક્તિમાં કમળે ગોઠવાયેલા છે.
છઠા વલયમાં ૪૮ લાખ કમળે છે. દરેક કમળો -ગાઉ વિસ્તારવાળા છે. જેથી એક જન ક્ષેત્રફળમાં ૪૦૯૬ કમળો સમાય. ૪૮૦૦૦૦૦ ને ૪૦૯૬ થી ભાગતા ૧૧૭૧ જન આવે આટલુ ક્ષેત્ર છઠા વલયનાં મેળો રેકે માટે આ વલયમાં પણ મળે અનેક પંક્તિમાં રહેલાં છે. પરિધિ ઓછી છે અને કમળો ઘણું છે.
વલયોમાં કમળો આટલી જગ્યા રોકે છે.
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org