________________
૨૭૫
જેનદષ્ટિએ મહા ભૂગોળ-કાલનું સ્વરૂપ 1
પ્રભુના ભેગાવેલી કમ ક્ષીણ થતાં ચારિત્ર ગ્રહણ કર્યું. તે વખતે તેમને મન પર્યાવજ્ઞાન ઉત્પન્ન થયું. ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પ્રથમ દેશના વખતે જ સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ અવસર્પિણી કાલમાં સર્વવિરતિ સામાયિક, દેશવિરતિ સામાયિક, સમ્યફૂ સામાયિક અને શ્રત સામાયિકની ઉત્પત્તિ થઈ અર્થાત ઉપદેશ દ્વારા પ્રાપ્તિ થઈ અને મક્ષ માર્ગ ચાલુ થે.
વળી ત્રીજા આરામાં પ્રથમ તીર્થકર ભગવંતના કાળમાં છએ સંઘયણવાળા અને છએ સંસ્થાનવાળા મનુષ્ય ઉત્પન્ન થયા અને મૃત્યુ પામીને નરગતિ, તીચ ગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિ એમ પાંચે ગતિમાં જાય છે. અને એ જ પ્રવાહ ચોથા આરામાં પણ ચાલુ રહે છે. તફાવત એટલે કે ત્રીજા આરા કરતાં ચોથા આરામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આયુષ્ય, શરીર, સંઘયણ, પરાક્રમ, વનસ્પતિના ગુણ વગેરે ઉતરતા ઉતરતા હોય છે. યાવતું પાંચમા આરામાં અને છઠ્ઠી આરાના છેડા સુધી બધું ઉતરતું ઉતરતું હોય છે.
દરેક અવસર્પિણી કાલમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતિ, ૯ વાસુદેવ, ૯ પ્રતિ વાસુદેવ અને ૯ બળદેવ એમ આ ૬૩ શલાકાપુરૂષો–મહાપુરૂષો ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ૯ નારદ અને ૧૧ રુદ્ર ઉત્પન્ન થાય છે.
પ્રથમ તીર્થકર ત્રીજા આરાના છેડે અને બાકીના ૨૩ તીર્થકરો ચોથા આરામાં ઉત્પન્ન થાય છે. ચોથા આરાના ૮૯ પખવાડીઆ બાકી રહે ત્યારે ૨૪મા તીર્થંકર મોક્ષ પામે છે.
અવસર્પિણી કાલના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા બાકી રહે ત્યારે પ્રથમ તીર્થકર મેક્ષ પામે છે.
આ પ્રમાણે ઉત્સર્પિણી કાલના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા જાય ત્યારે પ્રથમ તીર્થકર જન્મ પામે અને ચોથા આરાના ૮૯ પખવાડીયા જાય ત્યારે ચેવિસમાં તીર્થકરને જન્મ થાય.
ચોથો આરો ૪૨૦૦૦ વર્ષ ન્યૂન એક કોટાકેટી સાગરોપમ પ્રમાણને હોય છે. આ આરામાં મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ કોડ વર્ષનું અને શરીર ૫૦૦ ધનુષ પ્રમાણ હોય છે. ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org