________________
૨૮૦
- બહત્ય ક્ષેત્ર સમાસ વિશેષતા એ છે કે અવસર્પિણી કાલમાં વ્યવહાર વગેરે નીતિ પ્રથમ તીર્થકર થનાર પ્રવર્તાવે છે. તેમ ઉત્સર્પિણી કાલમાં પ્રથમ તીર્થકર થનાર પ્રવર્તાવતા નથી, પણ ક્ષેત્રરવભાવે વ્યુત્પન્ન બુદ્ધિવાળા એટલે તથા પ્રકારની બુદ્ધિના ગે રવયં અથવા ક્ષેત્રાધિષ્ઠાતા દેવથી અથવા પૂર્વ ભવના જાતિસ્મરણાદિકથી પુરૂષો પ્રવર્તાવે છે. પુનઃ રાજનીતિ આદિની પ્રવૃત્તિ પણ આ પ્રમાણે પ્રવર્તે છે. પણ કુલકરના ગે નહિ. કેમકે ઉત્સર્પિણી કાલમાં કુલકરો થતા નથી.
ત્રીજો આરો પૂર્ણ થતાં ચોથા આરે શરૂ થાય છે. આ આરે બે કટાકેટી સાગરોપમ પ્રમાણ હોય છે. આ ચોથા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી ૨૪મા તીર્થકરને જન્મ થાય છે તે પછી ૧રમાં ચક્રવતિ પણ ઉત્પન્ન થાય છે.
આ ચોથા આરાના ત્રણ ભાગ કરતાં ૬૬૬ ૬૬ ૬ ૬૬૬ ૬૬ ૬ ૬૬ ૬સાગરોપમ પ્રમાણ પહેલા ત્રીજા ભાગમાં રાજધર્મ, ચારિત્રધર્મ, અન્ય દર્શનીય ધર્મ, બાદર અગ્નિ વગેરે વિચ્છેદ પામે છે. અંતે યુગલિક કાલ પ્રવર્તે છે.
ચોથા આરાના બીજા અને ત્રીજા ભાગમાં યુગલિક ધર્મ પ્રવર્તે છે.
ઉત્સર્પિણી કાલને પાંચમે આરો ત્રણ કોટાકોટી સાગરોપમનો છે અને અવસર્પિણી કાલના બીજા આરા સમાન ઉલટા ક્રમવાળો જાણો.
ઉત્સપિ કાલને છઠ્ઠો આરો ચાર કટાકેટી સાગરોપમનો હોય છે અને અવસર્પિણી કાલના પહેલા આરા સમાન ઉલટા ક્રમવાળો જાણે.
આ બન્ને આરામાં યુગલિક મનુષ્ય અને યુગલિક તીર્ય હોય છે.
દેવકુરૂક્ષેત્ર અને ઉત્તરકુર ક્ષેત્રમાં સદા અવસર્પિણી કાલના પહેલા આરા સમાન કાલ હોય છે.
હરિવર્ષક્ષેત્ર અને રમ્યક્ષેત્રમાં સદા અવસર્પિણી કાલના બીજા આરા સમાન કાલ હોય છે.
હૈમવતક્ષેત્ર અને હરણ્યવંતક્ષેત્રમાં સદા અવસર્પિણી કાલના ત્રીજા આરા સમાન કાલ હોય છે.
મહાવિદેહોત્રામાં સદા અવસર્પિણી કાલના ચોથા આરા સમાન કાલ હોય છે. આ બધાનું વર્ણન ગ્રંથકાર આગળ સ્વયં કરશે. ૧૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org