________________
૨૭૯
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-કાલનું સ્વરૂપ
ઉત્સર્પિણી કાલના પહેલા આરાને પ્રારંભ. વર્ષાઋતુ, સૂર્યસંવત્સર, દક્ષિણાયન, અભિજિત નક્ષત્ર, બવકરણ, શ્રાવણવદ ૧ના પ્રથમ મુહૂર્તના પહેલા સમયથી થાય છે.
૨૧૦૦૦ વર્ષ પૂર્ણ થયા બાદ બીજા આરાનો પ્રારંભ થતાં ભરતક્ષેત્ર જેટલું ૫૬ યજન ૬ કલાના વિસ્તારવાળું ૧૪૪૭૧ જન વિશાલ, ૧-પુષ્કરાવત મહામેળનું વાદળ પ્રગટ થશે અને ગાજવીજ સાથે સાત દિવસ સુધી એકધારો મુશલધારાએ વરસાદ વરસાવશે.
આ મહામેઘ વરસતાં ઉષ્ણ પૃથ્વી શાંત થાય છે, પછી સાત દિવસ સુધી, ૨– ક્ષીર મહામેઘ વરસતાં ભૂમિમાં શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ઉત્પન્ન થાય છે. પછી સાત દિવસ સુધી ૩–તમેઘ વરસતાં ભૂમિમાં નિગ્ધતા-સ્નેહ ઉત્પન્ન થાય છે. પછી સાત દિવસ –અમૃતમેઘ વરસતાં ભૂમિમાંથી વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા આદિ અનેક પ્રકારની વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સાત દિવસ સુધી પ–રસમેઘ વરસતાં વનસ્પતિઓમાં પાંચે પ્રકારના રસ ઉત્પન્ન થાય છે. આ પાંચ પ્રકારના મેઘના વાળો સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણ વિશાલ હોય છે.
આ પ્રમાણે પાંચ પ્રકારના મેઘથી ભૂમિ વનસ્પતિ યુક્ત અને બીલવાસીઓને હરવા ફરવા જેવી બને છે. બીલવાસીઓ મનુષ્ય બીલની બહાર નીકળે છે. સૃષ્ટિની અતિસુંદરતા દેખી અતિ હર્ષ પામીને એક બીજાને બોલાવી સર્વ ભેગા થાય છે અને વનસ્પતિ પ્રગટ થયેલી હોવાથી નિર્ણય કરે છે કે “હવેથી માંસાહાર ન કરે, માત્ર વનસ્પતિઓને આહાર કરે.
બીજા આરામાં મનુષ્ય વનરપતિના આહારી થાય છે. ધીમે ધીમે મનુષ્ય છ સંઘયણના અને છ સંસ્થાનવાળા થાય છે. આયુષ્ય વધતુ વધતુ ૧૩૦ વર્ષનું અ શરીર ૭ હાથે જેટલું થાય છે.
બીજા આરાના ૨૧૦૦૦ વર્ષ વીત્યા પછી ત્રીજે આરે શરૂ થાય છે. આ આ ૪૨૦૦૦ વર્ષ જૂની એક કટાકેટી સાગરોપમના પ્રમાણવાળા હોય છે. આ આમાં આયુષ્ય વધતાં વધતાં અંતે પૂર્વ કોડ વર્ષનું અને શરીર ૫૦૦ ધનુષપ્રમાણ થાય છે. અને મૃત્યુ પામી પાંચે ગતિમાં જઈ શકે છે.
અવસર્પિણીના ચોથા આરા સમાન બધા ભાવો પ્રગટ થાય છે અર્થાત ૨૩ તી કરે, ૧૨ ચક્રવતિ, ૯ બળદેવ, વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ નાદો વગેરે ઉત્પન્ન થાય છે. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org