________________
૧૯૬
બૃહત્ ક્ષેત્ર સમાસ અથ– વૈતાઢય પર્વત ઉપર ૧-સિદ્ઘાયતન, ર–ભરત, ૩–ખંડપ્રપાત, ૪–માણિભદ્ર, પ–પૂર્ણભદ્ર, ૬-વૈતાઢય, ૭-તિમિસ્ત્રાગુહા, ૮-ઉત્તર ભારત અને ૮વૈશમણ ફૂટે છે.
વિવેચન-વૈતાઢય પર્વત ઉપર ૯ ફૂટ છે. તેમાં પૂર્વ દિશામાં પહેલું સિદ્ધાયતન નામનું શિખર છે પછી પશ્ચિમ દિશાની અપેક્ષાએ આગળ દક્ષિણભરત નામનું બીજું શિખર છે, તેની આગળ ત્રીજું ખંડપ્રપાત નામનું શિખર, તે પછી ચોથું માણિભદ્ર નામનું શિખર, તેની આગળ પશ્ચિમ દિશામાં પાંચમું પૂર્ણભદ્ર નામનું શિખર, તેની આગળ છઠું વૈતાઢય નામનું શિખર, તેનાથી આગળ સાતમું તિમિસ્રાગુહા નામનું શિખર, તેનાથી આગળ આઠમું ઉત્તર ભરત નામનું શિખર અને તેની આગળ નવમું વૈશ્રમણ નામનું શિખર આવેલું છે.
આ નવે શિખરે ૨૫ ગાઉ ઉંચા, મૂલમાં ૨૫ ગાઉ લાંબા-પહોળા–ગોળાકારે મધ્ય ભાગમાં કંઈક ન્યૂન પાંચ જન (૧૮ ગાઉ) અને ઉપરના ભાગમાં ૧૨ ગાઉથી કંઈક અધિક-૧રા ગાઉ છે. મૂળમાં પહોળા, મધ્ય ભાગે સાંકડા, અને ઉપર પાતળા. એટલે ગાયનું પૂછડું ઉંચું કરેલું હોય તેવા આકારનાં છે.
પહેલા ફૂટ ઉપર સિદ્ધાયતન–શ્રી જિનમંદિર હોવાથી તેનું નામ સિદ્ધાયતન ફૂટ છે.
સિદ્ધાયતન ફૂટ ઉપરના શ્રી જિનમંદિર સર્વરત્નમય છે અને તે એક ગાઉ લાંબા, અડધો ગાઉ પહોળા અને એક ગાઉમાં કંઈક ન્યૂન એટલે પ૬૦ ધનુષ જૂન, અર્થાત ૧૪૪૦ ધનુષ ઊંચા હોય છે. તથા વિવિધ પ્રકારના મણિમય સેંકડો સ્તંભોથી યુક્ત છે.
શ્રી જિનમંદિરને પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં એક એક, એમ ત્રણ દ્વાર સર્વરત્નમય ૫૦૦ ધનુષ ઊંચા, ૨૫૦ ધનુષ પહેળા રહેલા છે.
સિદ્ધાયતનની અંદર એક સરખી ભૂમિ ભાગમાં મણિમય એક પિઠિકા છે. તેના ઉપર એક મેટ દેવછંદક–પબાસન ૫૦૦ ધનુષ લાંબુ પહેલું અને ૫૦૦ ધનુષથી કંઈક ન્યુન ઉંચું છે. તે મણિપીઠિકાની ચારે દિશામાં ૨૭–૨૭ શ્રી ઋષભ, શ્રી ચંદ્રાનન, શ્રી વારિષણ અને શ્રી વર્ધમાન નામની કુલ ૧૦૮ મૂર્તિઓ રહેલી છે.
શ્રી જિનપ્રતિમાઓના શરીરને વર્ણ સુવર્ણમય છે. નખે અંકરત્નમય-સફેદ વર્ણવાળા, નખના ખૂણા લોહિતાક્ષરત્ન જેવા લાલ, હથેલી–પગનાં તળીયાં–નાભિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org