________________
૨૫૮
બહતુ ક્ષેત્ર સમાસ અધિપતિ દેવ ગુફાના દ્વાર બંધ કરી દે છે અને અંદર પ્રકાશ તથા નદી ઉપરના પુલ ધીમે ધીમે નાશ પામી જાય છે.
ચક્રવર્તિ દીક્ષા ગ્રહણ કરે કે મૃત્યુ પામે તે જ વખતે ગુફામાં અંધકાર વ્યાપી જાય અને દરવાજા બંધ થઈ જાય છે અને તે જયાં સુધી બીજા ચક્રવતિ ન થાય ત્યાં સુધી બંધ રહે છે. જ્યારે બીજા ચક્રવતિ થાય ત્યારે પૂર્વવત દ્વાર ઉઘડાવે અને માંડલા કરે. - કેટલાક આચાર્ય એમ કહે છે કે “જ્યાં સુધી ચક્રવતિ જીવે ત્યાં સુધી ગુફાના દ્વાર ઉઘાડા રહે.' અહીંયા જે ચક્રવતિ જીવે ત્યાં સુધી દ્વાર ઉઘાડા રહે એ મતે ચક્રવતીએ દીક્ષા લીધા બાદ પણ ગુફાના દ્વાર ઉઘાડા રહે એમ માનવું જોઈએ. બીજા મતે ચક્રવતી દીક્ષા લે એટલે દ્વાર બંધ થઈ જવા જોઈએ એમ માનવું પડે. માટે બે મતમાં સાચી પરિસ્થિતિ કેવલીગમ્ય–બહુશ્રુતગમ્ય.
ખંડઅપાતા ગુફાના દક્ષિણ તરફના દરવાજાથી દક્ષિણ દિશામાં ગંગાનદીના પશ્ચિમ કઠિથી ચક્રવતિને નવ નિધાન પ્રાપ્ત થાય છે. અને ચક્રવર્તિની સાથે તેમની રાજધાની સુધી આવીને રાજધાનીની બહાર ચક્રવતિની હયાતી સુધી રહે છે. પછી નિધાન સ્વસ્થાને ચાલ્યા જાય છે. આ નિધિઓ શાશ્વતા છે. તથા ચક્રવર્તિની સાથે સાથે નિરંતર જમીનમાં રહેતા હોય છે. ૧૮૪–૧૮૫
વૈતાઢય પર્વતનું જમીન ઉપરનું વર્ણન કર્યું. હવે શ્રેણી ઉપરનું વર્ણન કહે છે. दो दाहिणोत्तराओ सेढीओ जोयणे दसुप्पइओ। दस जोयण पिहलाओ. गिरिवरसमदीहभागाओ॥१८६॥ છાયા– ક્ષિળોત્તરે આ પોઝનાનિ --રસ્પર
दश योजन पृथुले गिरिवरसमदीर्घभागे ॥१८६॥
અર્થ–દશ જન ઉપર દક્ષિણ અને ઉત્તર તરફ બે શ્રેણી દશ એજન પહેલી અને પર્વત જેટલી લાંબી છે.
વિવેચન–વૈતાઢય પર્વતના સમાન ભૂભાગથી–જમીનથી દક્ષિણ તરફ અને ઉત્તર તરફ ૧૦ યોજના ઉપર જતાં દક્ષિણ તરફ એક અને ઉત્તર તરફ એક, એમ બે વિદ્યાધરને ગ્ય શ્રેણી છે. તે બન્ને એણું પહોળાઈમાં ૧૦ એજન અને લંબાઇમાં વૈતાઢય પર્વત જેટલી લાંબી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org