________________
જેનદષ્ટિએ મહા ભૂગળ-વૃષભકૂટનું સ્વરૂપ
બીજે વૃષભકૂટ ઐવિત ક્ષેત્રમાં શિખરિણી વર્ષધર પર્વતની ઉત્તર બાજુની તલેટીમાં રક્તાકુંડ અને રક્તાવતીકુંડના મધ્ય ભાગમાં આવેલ છે.
બાકીના ૩૨ ફૂટ દરેક વિજ્યમાં બે બે પ્રપાતકુંડના આંતરામાં–વચ્ચે વચ્ચે એક એક વૃષભકૂટ આવેલો છે.
આ ચોત્રીસે વૃષભ ૮ યોજન ઊંચા છે, જે જન ભૂમિમાં રહેલા છે. મૂલમાં જમીન આગળ ૧૨ યોજન વિસ્તારવાળા અને ઉપરના ભાગે ૪ યોજન વિસ્તારવાળા ગોપૃષ્ણ સંરથાનવાળા અને સરખી ગોળાઈવાળા છે. જાંબૂનદમય સુવર્ણના હેવાથી કંઇક રક્તવર્ણવાળા છે.
દરેક ચક્રવતી લધુ હિમવંત આદિ પર્વતના અધિપતિ દેવને દિવિજ્ય કરી અઠ્ઠમ તપનું પારણું કર્યા બાદ આ વૃષભકૂટ પાસે આવી, પિતાના રથના અગ્રભાગ વડે વૃષભકૂટને ત્રણવાર પશે છે, તે પછી પોતાના કાકિણી નામના રત્ન વડે વૃષભફૂટના પૂર્વ ભાગમાં કૂટને લાગેલી મહાશિલા ઉપર પોતાનું નામ લખવા માટે કે ખાલી જગ્યા નહિ દેખાવાથી (કેમકે તે સંપૂર્ણ મહાશિલા ઉપર થઈ ગયેલા ચક્રવતિઓના નામો લખેલા હોય છે.) કોઈ એક ચક્રવતિનું નામ ભૂંસી નાખી તે જગ્યાએ પોતાનું નામ લખતાં લખે છે કે “હું અમુક નામને ચક્રવર્તિ જેણે છએ ખંડ જીત્યા છે, હવે મારે કોઈ શત્રુ નથી” ભરત–અરવતક્ષેત્રમાં જે અવસર્પિણ કે ઉત્સપિર્ણ કાળ હોય છે અને ચક્રવતિને ક્રમ લખે છે. ત્યાર પછી પિતાના રથને પાછો વાળીને પોતાની છાવણીમાં આવે છે. ૧૯૩
હવે વૃષભાની પરિધિ કહે છે. सत्तत्तीसइरेगे, मूले पणुवीसजोयणा मज्झे। अइरेगाणि दुवालस, उवरितले होंति परिहिम्मि॥१९४॥ છાયા સપ્તરૈિશત કાતિજાનિ પૂ શ્વવિંશતિfબનાનમ !
सातिरेकानि द्वादश उपरितले भवन्ति परिधौ ॥१९४॥
અર્થ–મૂલમાં સાડત્રીસ યોજનથી અધિક, મધ્યમાં પચીસ એજનથી અધિક, ઉપરના ભાગે બાર યોજનથી અધિક પરિધિ હોય છે.
વિવેચન–વૃષભકૂટોની પરિધિ વિચારતાં મૂલમાં ૩૭ એજનથી અધિક, મધ્ય ભાગમાં ૨૫ જાનથી અધિક, ઉપરના ભાગે ૧૨ એજનથી અધિક છે,
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org