________________
૨૭૦
બૃહત્ ક્ષેત્ર સમાસ આહાર કરવાની જરૂર હોતી નથી કેમકે કલ્પવૃક્ષોના વેગે આહારાદિ બધી જ ઈચ્છિત વસ્તુ મળી જાય છે.
- યુગલિક ક્ષેત્રની ભૂમિની માટી પણ સાકાર કરતાં અનંતગુણ મીઠાશવાળી હોય છે અને કલ્પવૃક્ષના પત્ર-પુષ્પ તો ચક્રવતિના ભોજન કરતાં પણ અનંતગુણ મીઠાસવાળા-વચનાતીત સ્વાદવાળા હોય છે.
યુગલિક જીના પુણ્યપ્રભાવથી ક્ષેત્રસ્વભાવે ત્યાં ડાંસ, મચ્છર, માખી, બગાઈ, વીંછી, સર્પ, જુ, માંકડ વગેરે મનુષ્યને ઉપદ્રવ કરનારા જંતુઓ ઉત્પન્ન થતાં નથી. તેમજ તે ક્ષેત્રમાં સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, દિગદાહ આદિ આકાશ સંબંધી પણ કોઈ ઉપદ્રવ થતાં નથી. તેમજ મારી–મરકી આદિ રોગના ઉપદ્રવ હોતા નથી, અકાલ મૃત્યુ પણ થતું નથી, પણ આયુષ્ય પૂર્ણ થયે છીંક, ખાંસી, બગાસુ કે ઓડકારની સાથે મૃત્યુ પામીને વધુમાં વધુ પોતાના આયુષ્ય પ્રમાણ દેવગતિમાં દેવ કે દેવી તરીકે ઉત્પન્ન થાય છે. અર્થાત જે યુગલિકનું જેટલું આયુષ્ય હોય તે આયુષ્યથી વધુ આયુષ્યવાળા દેવ-દેવી તરીકે ઉત્પન્ન થતાં નથી, પણ તેટલું જ કે તેથી ઓછા આયુષ્યવાળા દેવ-દેવી તરીકે ઉત્પન્ન થાય છે.
૧૦ પ્રકારના કલ્પવૃક્ષો
૧ મનંગ કલ્પવૃક્ષો–મદ ઉપજાવવામાં કારણરૂપ મત્તાંગ. આ લેકમાં સીશ્રેષ્ઠ ચંદ્રપ્રભા આદિ મદિરા–આસો સરખા રસ, જેવાં મધુર, સ્નિગ્ધ અને આલ્હાદક હેય છે તેનાથી કંઈ ગુણ મધુર, સ્નિગ્ધ અને આલ્હાદક રસ આ વૃક્ષોના ફળમાં સ્વાભાવિક ઉત્પન્ન થાય છે જે ખાવાથી યુગલિકાને પાણીની જરૂર પડતી નથી.
૨–ભતાંગ કલ્પવૃક્ષ-આ વૃક્ષોથી યુગલિકાને ઘટ, કલશ, પાત્રો, ઝારી વગેરે અનેક પ્રકારના વાસણોની પ્રાપ્તિ થાય છે. તે બધા સુવર્ણના, સુંદર કારીગરીવાળા, મનહર ચિત્રવાળા, દેખાવમાં રમણિય, વિવિધ આકારવાળા હોય છે. જો કે આપણી માફક યુગલિકને અનાજ, પાણી વગેરે ભરી રાખવાનું પ્રયોજન હેતું નથી. તેથી
૧-કદાચ ગ્રહણાદિ થતાં હોય તે પણ તેની માઠી અસર થતી નથી. એમ લાગે છે. યુગલિક ક્ષેત્રમાં ગ્રહણ અંગે સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવ્યું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org