________________
જનદષ્ટિએ મહા ભૂળ કાલનું સ્વરૂપ
૧-૬ (આરો) સુષમ-સુષમા નામના કાલમાં મનુષ્યને ઘણું ઘણું સુખ હોય છે. એટલે કેવલ સુખ–સુખ અને સુખ હેય છે.
૨-૫ (આરો) સુષમા નામના કાલમાં મનુષ્યોને ઘણું સુખ હોય છે.
૩-૪ (આર) સુષમ-દુઃષમ નામના કાલમાં મનુષ્યને એકંદર સુખ ઘણું હેવા છતાં અલ્પ પ્રમાણમાં દુ:ખ હોય છે.
૪–૩ (આર) દુષમ-સુષમ નામના કાલમાં મનુષ્યને બહુ દુઃખ અને સુખ હોય છે. ૨૫ (આરો) દુઃષમ નામના કાલમાં મનુષ્યોને ઘણું દુઃખ હોય છે.
૬–૧ (આરો) દુઃષમ–દુષમા નામના કાલમાં મનુષ્યને કેવલ દુ:ખ-દુઃખ અને દુઃખ હોય છે.
અવસર્પિણી કાલના પહેલા-બીજા અને ત્રીજા આરામાં તથા ઉત્સર્પિણી કાલના ચોથા-પાંચમા અને છટ્ઠા આરામાં. આ છએ આરામાં ભરતક્ષેત્રમાં અને અરવતક્ષેત્રમાં સર્વ પંચેન્દ્રિય જીવો એટલે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તીર્ય યુગલધમી હોય છે. અર્થાત બાલક–બાલિકા જોડકા જન્મે છે અને ઉંમર લાયક થતાં તે યુગલે પતિપત્નીરૂપ વ્યવહારવાળા થાય છે. લધુવયમાં જે જેડકું તે જ યુવાવસ્થામાં પતિ-પત્ની હોય છે અને આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પણ સાથે જ થાય છે.
આ આરાઓના સર્વ યુગલિક ઉત્તમ મનવાળા, અ૯પ રાગ-દ્વેષવાળા, અલ્પ મમત્વવાળા, અલ્પ વિષયી હોય છે. તે વખતના વાઘ-સિંહ વગેરે હિંસક છે પણ અહિંસક વૃત્તિવાળા હોય છે. તેથી તે શિકાર કરતા નથી, ભૂખ લાગે ત્યારે કલ્પવૃક્ષના પુષ્પ–પત્ર આદિનું ભક્ષણ કરીને પોતાનો નિર્વાહ કરે છે. જેથી વાધ-સિંહ જેવા પ્રાણીઓ પણ યુગલિક હોવાથી મૃત્યુ પામીને બીજા દેવલેક સુધીની દેવગતિમાં જાય છે.
સર્વ યુગલિક મનુષ્ય વજાઋષભનારા સંઘયણવાળા, સમચતુસ્ત્ર સંસ્થાનવાળા, અતિ મનોહર સ્વરૂપવાળા, સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં સંપૂર્ણ લક્ષણયુક્ત હોય છે. ઉંચાઈમાં પુરૂષો કરતાં સ્ત્રીઓ કંઈક ન્યૂત હોય છે.
હાથી, ઘોડા, ઉંટ વગેરે હોવા છતાં તેનો ઉપયોગ નહિ કરતા પગે જ ચાલનારા, સ્વામિ-સેવકભાવ વિનાના બધા “અહં ઈન્દ્ર' એટલે બધા સમાન હોય છે. વળી ત્યાંની ભૂમિમાં સ્વાભાવિક ઉત્પન્ન થયેલ ઘઉં, ડાંગર વગેરે ધાન્ય હેય છે પણ તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org