________________
જેનદષ્ટિએ મહા ભૂળ-કાલનું સ્વરૂપ
૨૭૧ વાસણની જરૂર પડતી નથી, તો પણ કોઈ વખત કારણસર કંઈ અલ્પ પ્રોજન હોય તે આ વૃક્ષોથી વાસણની ગરજ સારે છે.
૩–તુટિતાંગ કલ્પવૃક્ષ-આ વૃક્ષના ફળાદિ સ્વભાવથી જ વાજીંત્રોની ગરજ સારે છે. અર્થાત વાંસળી, વીણ, મૃદંગ, મુરજ વગેરે અનેક વાજીંત્રના આકારવાળા ફળ સ્વભાવથી જ પરિણામ પામેલા હોય છે અને તેમાંથી તથા પ્રકારના મધર અવાજ પ્રગટ થાય છે.
૪-જ્યોતિરંગ કલ્પવૃક્ષ–આ વૃક્ષના ફળને પ્રકાશ સૂર્ય સરખો હોય છે. પરંતુ સૂર્ય સરખે ઉગ્ર હેતો નથી. અને જયોતિરંગ વૃક્ષો હોવાથી એક બાજુની અને એક બીજામાં સંક્રાંત-મળેલી હોવાથી સુંદર પ્રકાશ ફેલાવે છે. દિવસે તો આકાશમાં સૂર્ય હોવાથી આ વૃક્ષને પ્રકાશનું કંઈ પ્રજન હેતું નથી, પણ રાત્રે તો આ પ્રકાશ એ સુંદર અને આલ્હાદક હોય છે, જેથી રાત્રે પણ સુખપૂર્વક ગમનાગમન કરી શકાય છે.
પ-દીપાંગ કલ્પવૃક્ષ–આ વૃક્ષોના ફળ આદિ સર્વોત્તમ દીપક સરખા તેજવાળાં છે. જેમ દીપક ઘરમાં પ્રકાશ કરે છે; તેમ ત્યાંના અંધકારવાળા સ્થાનમાં રાત્રે આ વૃક્ષોને પ્રકાશ હોય છે. એટલે જ્યાં જયોતિરંગ કલ્પવૃક્ષો ન હોય ત્યાં દીપાંગ વૃક્ષે રાત્રે પ્રકાશ આપે છે. એટલે યુગલિક ક્ષેત્રોમાં કોઈ સ્થળે તિરંગ વૃક્ષથી સૂર્ય સરખો પ્રકાશ હોય અને કોઈ સ્થાને દીપાંગ વૃક્ષથી તેજસ્વી દીપક સમાન પણ પ્રકાશ હોય છે.
૬-ચિત્રાંગ કલ્પવૃક્ષ–આ વૃક્ષોના ફળ વગેરે તથા પ્રકારના સ્વભાવે વિવિધ પ્રકારની પુષ્પમાળાઓ રૂપે પરિણામ પામેલા હોય છે યુગલિકાને પુષ્પમાળાઓ પહેરવ ની જ્યારે ઈચ્છા થાય ત્યારે આ વૃક્ષોમાંથી મેળવીને પહેરે છે.
૭–ચિત્રસાંગ કલ્પવૃક્ષ–ચક્રવતિ આદિ મહાપુરુષોના વખતમાં જેવા પ્રકારની રસવતીઓ-ક્ષીર, બાસુંદી, દૂધપાક, મોદક, મીઠાઈઓ વગેરે પાકશાસ્ત્રની વિધિ પ્રમાણે બનેલી હોય તેને સ્વાદ કરતાં અનંતગુણા સ્વાદવાળા આ વૃક્ષોના ફળો–પત્રો વગેરે હોય છે. અર્થાત કેઈ વૃક્ષના ફળ–પત્ર ક્ષીરના સ્વાદવાળા, કેઈના શિખંડના સ્વાદવાળા, કેઈન બાસુંદીના સ્વાદવાળા એમ વિવિધ પ્રકારના ભજનના સ્વાદવાળા વૃક્ષોના ફળ– પત્ર વગેરે હોય છે, આના મેગે ઈચ્છા મુજબના સ્વાદવાળા ફળાદિને આહાર કરી તૃપ્તિ પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org