________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ–શ્રેણીનું સ્વરૂપ
૨૬૩ વિભાગરૂપ બે વેદિકા છે, જયારે ઉપરની વેદિક પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર એમ ચારે દિશામાં છે માટે લંબચોરસ આકાર બને છે. ૧૦૦
एस गमो सेसाण वि, वेयडढगिरीण नवरुदीयाणं। ईसाणलोगपालाण, होंति अभिआगसेढीओ॥१९१॥ છાયા–ાપુ: રામ સેવાનામપિ તથાળાં નવરચ્ચેનુ
ईशानलोकपालानां भवन्ति अभियोगश्रेणयः ॥१९१॥
અર્થ–બાકીના વૈતાઢય પર્વતનું સ્વરૂપ પણ આ પ્રમાણે છે, પરંતુ ઉત્તર દિશામાં ઈશાન દેવલોકના લેકપાલના અભિગ દેવની શ્રેણું છે.
વિવેચન–ભરત ક્ષેત્રના તાત્ય પર્વતનું જેવું સ્વરૂપ-પહોળાઈ, ઉંચાઈ, મેખલા, નગરે, ગુફા, વેદિકા, વન વગેરે છે. તેવા જ પ્રકારના–તેના જેવા જ અરવત ક્ષેત્રનો વૈશાલ્ય પર્વત, મહાવિદેહ ક્ષેત્રમાં આવેલી ૩૨ વિજયેના ૩ર વતાય પર્વતે પણ ૨૧ જન ઉંચા, ૫૦ એજન પહોળા, ભરત ક્ષેત્રના વૈતાઢય પર્વત સમાન વર્ણવાળા -રૂપાના છે. ફરક માત્ર એટલો જ છે કે શીતા નદી અને શીતાદા નદીની ઉત્તરદિશા તરફ રહેલી વિજયના વૈતાઢય પર્વત અને ઐરાવત ક્ષેત્રના વૈતાઢય પર્વતની અભિગ શ્રેણી-ઈશાન દેવલોના ઈન્દ્ર-ઇશાનેન્દ્રના લોકપાલ સોમ-યમ–વરૂણ–વૈશ્રમણ દેવોના સેવક દેવોની શ્રેણી છે. જ્યારે શીતા નદી અને શીતાદા નદીની દક્ષિણ દિશા તરફ રહેલી વિજયેના વૈતાઢય પર્વતે ઉપરની અભિગ શ્રેણ સુધર્મેન્દ્રના લોકપાલ સેમ -યમ-વરૂણ–વૈબમણ દેવોના સેવક દેવોની શ્રેણી છે.
૩ર વિજયેના વૈતાદ્ય પર્વતે પૂર્વ-પશ્ચિમ લાંબા છે, તેમાં ૮ વિજોના વિતાવ્ય પતના છેડા વન અને વક્ષરકારને સ્પર્શેલા છે, તથા ૨૪ વૈતાદ્ય પર્વતના છેડા વક્ષસ્કાર અને અંતર્નાદીને સ્પર્શેલા છે. ભરત ક્ષેત્ર અને અરવત ક્ષેત્રના વૈતાદ્ય પર્વતની જેમ સમુદ્રને સ્પર્શેલા નથી.
આજ વાત લઘુક્ષેત્ર માસમાં ૩૨ વૈતાદ્યો માટે “વિષચંતા’ વિશેષણ કહેલ છે તેનો અર્થ પોતપોતાની વિજ્યના અંત સુધી–છેડા સુધી વૈતાઢ્યો છે પરંતુ ભારતવતના વૈતાઢયયની જેમ સમુદ્રને સ્પર્શતા નથી. ૧૯૧
હવે વિજયમાં રહેલા વૈતાઢયમાં વિશેષતા કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org