________________
૨૬૦
બહત ક્ષેત્ર સમાસ विज्झाहरसेढीओ, उडढं गंतूण जोयणे दसओ। दसजोयणपिहलाओ, सेढीओ सकरायस्स ॥१८८॥ सोमजमकाइयाणं, देवाणं वरुणकाइयाणंच। वेसमणकाइयाणं, देवाणं आभिओगाणं॥१८९॥ છાયા–વિઘાવોઃ દર્જ નવા થોરનાનિ (શત) ૪
दश योजनपृथुले श्रेणी शक्रराजस्य ॥१८८॥ सोमयमकायिकानां देवानां वरुणकायिकानां च । वैश्रमणकायिकानां देवानां आभियोगिकानाम् ॥१८९॥
અથ–વિદ્યાધર શ્રેણીથી દશ જન ઉચે જતાં, દશ જન પહોળી સૌધમેંન્દ્રના સોમ યમ નિકાયના, વરૂણ નિકાયના અને વૈશ્રમણ નિકાયના આભિયોગિક દિની બે શ્રેણી છે.
| વિવેચન-વૈતાઢય પર્વત ઉપર દક્ષિણ દિશામાં રહેલી અને ઉત્તર દિશામાં રહેલી વિદ્યાધર શ્રેણીથી બન્ને બાજુ ૧૦-૧૦ એજન ઉપર જઈએ ત્યાં શકરાજા–જે સુધર્મ દેવલના અધિપતિ દેવરાજ-ઈન્દ્ર તેમના સંબંધી સેમ-યમ-વરૂણ–વૈશ્રમણ નામના જે ચાર લોકપાલ દેવો છે, તે નિકાયના–તેમના આભિયોગિક–સેવક દેવોને યોગ્ય દક્ષિણ તરફ અને ઉત્તર તરફ એક એક એમ બે શ્રેણી છે.
આ બન્ને શ્રેણી પૂર્વ–પશ્ચિમ વૈતાઢય પર્વત જેટલી લાંબી અને દક્ષિણ-ઉત્તર ૧૦–૧૦ જન પહોળી છે.
બને બાજુની શ્રેણીમાં વૈતાદ્ય પર્વત જેટલી લાંબી બે—બે પદ્મવર વેદિકા અને બે-બે વનખંડ રહેલા છે. બન્ને શ્રેણીમાં સોમ-યમ–વરૂણ અને વૈશ્રમણ નિકાયના સેવક દેવા માટે ઘણાં ભવને રહેલાં છે. તે ભાવને બહારથી ગોળ, અંદરના ભાગમાં સમરસ, વિવિધ પ્રકારના મણિમય સેંકડો થાંભલાઓથી યુક્ત છે. તેમાં એક પપમના આયુષ્યવાળા સેમ-યમ–વરૂણ–વૈશ્રમણ નિકાયના મહર્દિક દે વસે છે.
મેરૂ પર્વતથી દક્ષિણ દિશામાં રહેલા ૧૭ વૈતાઢય પર્વત ઉપરની બે બે શ્રેણી સીધર્મેન્દ્રના લોકપાલના સેવક દેવોને યોગ્ય છે, જ્યારે મેરૂ પર્વતથી ઉત્તર દિશામાં રહેલા ૧૭ વૈતાઢય પર્વત ઉપરની બે બે શ્રેણી ઈશાન ઈન્દ્રના લોકપાલના સેવક દેને એગ્ય છે. અર્થાત સેવક દેવોના ભવનેની પંક્તિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org