________________
२३१
બહ ક્ષેત્ર સમાસ દરેક દ્રહને વજમય તળિયું, વજમય પડખા–ભીંતે, રજતમય કિનારે અને સુવર્ણમય રેતી હોય છે.
પહેલા પદ્મદ્રહમાં સ્થાને સ્થાને ૧૦૦ પાંખડીવાળા, ૧૦૦૦ પાંખડીવાળા ઘણું કમળો છે, મધ્ય ભાગમાં રહેલા કમળ ઉપર શ્રીદેવી રહે છે, તેથી આ દ્રહને પદ્મદ્રહ કહેવામાં આવે છે. આ દ્રહનું વિશેષ વર્ણન ગ્રંથકાર વિસ્તારથી કરવાના છે, તેથી તેનું વિશેષ વર્ણન અહીં લખતા નથી.
મહાપદ્મ દ્રહમાં બહુ મોટા કમળ ૧૦૦-૧૦૦ પાંખડીવાળા, ૧૦૦૦-૧૦૦૦ પાંખડીવાળા ઘણા કમળે છે. મુખ્ય વિશાળ કમળ ઉપર હીદેવીને નિવાસ હેવાથી આ પ્રહ મહાપદ્મ કહેવાય છે. - તિગિચ્છી દ્રહમાં-તિગિચ્છી એટલે પુષ્પરજ-મકરંદ, મનહર સુગંધ. મનોહર સુગંધવાળા સો-સો પાંખડી, હજાર–હજાર પાંખડીવાળા ઘણા કમળો હોવાથી આ દ્રહને તિગિચ્છી કહેવાય છે.
કેસરી દ્રહમાં આંખને ખૂબ ગમે તેવી કેસરાઓના સમુહથી અલંકૃત સે-સે પાંખડીવાળા, હજર-હજાર પાંખડીવાળા કમળો ધણા હેવાથી આ દ્રહનું નામ કેસરી દ્રહ છે.
મહાપુંડરિક દ્રહમાં ખૂબ મોટા પ્રમાણવાળા સફેદ કમળો ઘણું હોવાથી આ દ્રહનું નામ મહાપુંડરિક કહેવાય છે.
પુંડરિક દ્રહમાં સામાન્યથી ઘણા સફેદ કમળ હેવાથી આ પ્રહને પુંડરિક દ્રહ કહેવામાં આવે છે. ૧૬૮
હવે દહેની લંબાઈ-પહોળાઈ કહે છે. जोयणसहस्स दीहा, बाहिरहरया तयह विच्छिन्ना। दोदो अभितरया, दुगुणा दुगुण प्पमाणेणं॥१६९॥ છાયા–રોઝન સી ત્રણ વિરdળી.
द्वौ द्वौ अभ्यंतरौ द्विगुणौ द्विगुणी प्रमाणेन ॥१६९॥
અર્થ–બહારના કહ એક હજાર જન લાંબા અને તેનાથી અડધા પહેલા છે. અંદરના બે-બે ડબલ–ડબલ પ્રમાણવાળા છે.
વિવેચન–બહારના કહે એટલે સમુદ્ર તરફ આવેલા પર્વત ઉપરના-સુલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org