________________
૨૪૯
જનદષ્ટિએ મહા ભૂગોળ-ગુફાનું સ્વરૂપ
તે ગુફાના દ્વાર-દરવાજા ૪જન પહોળા અને ૮ જન ઉંચા હોય છે. એક દ્વારને બે બે બારણું ૨-૨ જન પહેલા અને ૮-૮ જન ઉંચા હોય છે. એક બારણાને પાછળના ભાગમાં ટેકાભૂત ૪ જન ટોડલો હોય છે.
ગુફાના બારણા કાયમ બંધ રહે છે. જયારે ચક્રવર્તિ ઉત્પન્ન થાય ત્યારે ચક્રવતિ બારણું ઉઘડાવે છે પછી ઉત્તર ભરતાર્ધક્ષેત્રને જીતવાની ઈચ્છાથી ગુફામાં પ્રવેશ કરવા શ્રેષ્ઠ હરિતરત્ન ઉપર બેસે છે અને હાથી ઉપર બેસીને હાથીના જમણા કુંભસ્થલ ઉપર મણિરત્ન બાંધે છે, તે મણિ નિરૂપમપ્રભા–અપૂર્વ તેજોમય હોય છે, તેથી ગુફામાં પ્રવેશતાં જ ચારે બાજુ પ્રકાશ ફેલાય છે.
ચક્રવર્તિના મણિરત્નને પ્રભાવ આ પ્રમાણે છે- જેના મતકે આ મણિરત્ન બાંધવામાં આવે તેને કોઈ જાતનું દુઃખ થતું નથી, તેના શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થયેલો હોય તે મણિના પ્રભાવથી નાશ પામી જાય છે અને બીજો કોઈ રોગ ઉત્પન્ન થતું નથી. તેમજ દેવતાઈ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી કેઈ ઉપસર્ગ પણ આવતા નથી. યુદ્ધમાં પ્રવેશેલો પુરૂષ મણિરત્નથી યુક્ત હોય તો કોઈ પણ શસ્ત્રો લાગતા નથી, સર્વ ભયથી રહિત થાય છે.
આ કારણથી હાથીને કેઈ પણ જાતનો દેવતાઈ ઉપસર્ગ, ભય અથવા દુઃખ ન થાય અને બધી બાજુ પ્રકાશ થાય તે માટે ચક્રવતિ હાથીના મસ્તકે-કુંભથેલે મણિરત્ન બાંધે છે.
મણિરત્નથી પ્રકાશિત થયેલા માર્ગે ચક્રવર્તિ ગુફામાં પ્રવેશ કરે છે.
ગુફામાં પ્રવેશ કરતા ચક્રવતિ પાછળના સિન્યાદિકને પ્રકાશ કરવાના કારણથી ગુફાના દક્ષિણ દ્વારના પૂર્વ દિશાના કમાડ ઉપર એક યોજન મૂકીને પહેલું માંડલું આલેખે, ત્યાર બાદ ગોમૂત્રિકાની રીતે ઉતરતા પશ્ચિમ દિશાના કમાડના તટક ઉપર ત્રીજા જનના પ્રારંભે બીજું માંડલું આલેખે, પુન: ગોમૂત્રિકા પદ્ધતીએ આગળ વધતા ત્રીજું માંડલું પૂર્વ દિશાના તોટક ઉપર ચોથા યજનના પ્રારંભમાં કરે. ત્યાર પછી પશ્ચિમ ભીંત ઉપર પાંચમા એજનના પ્રારંભે ચોથું માંડલું, પછી પૂર્વ દિશાની
૧. તેટક એટલે—બે યોજન પહોળા કમાડની પાછળ ૪જન લાંબે-પહેળે કમાડને આગળ વધતા અટકાવે એ ભીંતનો ભાગ જે મૂલ ભીંતથી જુદો પણ લગોલગ લાગેલ હોય છે. ૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org