________________
જેનદષ્ટિએ મહા ભૂગેળ-ગુફાનું સ્વરૂપ
૨૫૧ ભીંત ઉપર છદ્દા જનના પ્રારંભે પાંચમું માંડલું આલેખે. એમ બે બે એજનના અંતરે પૂર્વની ભીંત ઉપર અને પશ્ચિમની ભીંત ઉપર માંડલા આલેખે–એટલે એક પૂર્વ ભીંત ઉપર પછી ગામૂત્રિકાએ પશ્ચિમ ભીંત ઉપર આલેખે. પશ્ચિમ તરફ દક્ષિણ તેટક ઉપર એક, ભીંત ઉપર ૨૨ અને એક પશ્ચિમ કપાટ ઉપર. કુલ ૨૪ માંડલા કરે.
તરફ એક કપાટ ઉપર, એક તોટક ઉપર, ૨૧ ભીંત ઉપર એક તોટક ઉપર અને એક કપાટ ઉપર કુલ ૨૫ માંડલા કરે. બન્ને તરફના થઈને કુલ ૪૯ માંડલા આલેખે.
આ પ્રકાશ મંડળ ઉત્સધ અંગુલથી ૫૦૦ ધનુષ લાંબા-પહોળા ગોળાકારે છે. તેનો પ્રકાશ પ્રમાણ આંગળને માપથી ગુફાની પહોળાઈ જેટલો લાંબો-૧૨ જન છે. ગુફાની ઉંચાઈ પ્રમાણે ઉપર નીચે થઈ ૮ યોજન છે. પોતાની બન્ને બાજુ -
જન ગણવાથી એક જન પાવતી છે. અર્થાત દરેક માંડલાને પ્રકાશ પ્રમાણ આંગુળથી તી ૧૨ જન, ઉપર નીચે ૮ જન, બે પડખે એક જન પ્રકાશ કરે છે. માંડલું સૂર્ય જેવું જ લાગે અને પ્રકાશ પણ સૂર્ય સરખો જાણવો.
મતાંતર આ પ્રમાણે છે–
પાછળ રહેલ છાવણી વગેરેને માટે ગુફામાં પ્રકાશ રહે તે માટે એક જન ગયા પછી કાકિણું રત્ન વડે પૂર્વ દિશાની ભીંત ઉપર ઉત્સધ આંગળના માપના ૫૦૦ ધનુષ પ્રમાણ ગોળાકાર માંડલું કરે છે. આલેખેલા આ માંડલામાંથી સૂર્ય સમાન પ્રકાશ ગુફામાં ફેલાય છે. ત્યાર બાદ પશ્ચિમ દિશાની ભીંત ઉપર ૫૦૦ ધનુષ પ્રમાણ બીજું માંડલું કરે છે, ત્યાર પછી પૂર્વ દિશાની ભીંત ઉપર પહેલા માંડલાથી એક
જન દૂર ત્રીજું માંડલું કરે છે, એમ જન જનના અંતરે પૂર્વ-પશ્ચિમની ભીંત ઉપર સામસામા માંડલા કરતા છેલ્લું માંડલું પૂર્વ દિશાની ભીંત ઉપર કરીને ઉત્તર ભરતાર્ધમાં પ્રવેશે છે. બન્ને ભીંત ઉપર ૪૮-૪૯ કુલ ૯૮ માંડલા કરે છે. તે આ પ્રમાણે– દક્ષિણ દિશાના ગુફાના બારણા ઉપર પૂર્વ દિશામાં એક, દક્ષિણ દિશાના પૂર્વ દિશાના તટક ઉપર ૨ પૂર્વ દિશાની ભીંત ઉપર યોજને યોજને કુલ ૪૩, ઉત્તર દિશાના બારણાના તોટક ઉપર ૨ અને બારણા ઉપર ૧ આજ પ્રમાણે પશ્ચિમ દિશામાં ૧ બારણા ઉપર, ૨ તોટક ઉપર, ૪૩ ભીંત ઉપર, ર તેટક ઉપર અને ૧ બારણા ઉપર માંડલા થાય. કુલ ૪૯૪૯=૯૮ થાય.
ચક્રવર્તિ ઉત્તર ભારતના ત્રણ ખંડ સાધીને ખંડપ્રપાતા ગુફાના ઉત્તર બાજુનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org