________________
* ૨૧૩
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ફેંટોનું સ્વરૂપ
આ હરિ દેવની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં તીચ્છ અસંખ્ય દ્વીપસમુદ્રો પછીના જંબુદ્વીપ નામના કપમા ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં યથાયોગ્ય સ્થાને આવેલી છે. તેનું પરિમાણ ૮૪૦૦૦ યોજન વિસ્તારવાળી, ૨૬૫૬૩ર યોજના પરિધિવાળી ચમચંચા નામની રાજધાની સમાન વર્ણનવાળી છે. ૧૪૨
હવે વક્ષસકાય પર્વત ઉપરના ચાર કરો કહે છે. उभओविजयसनामा,दो कूडा तइय उगिरीसनामा। चउत्थोयसिद्धकूडो, वक्खारागिरीसु चत्तारि॥१४३॥ છાયા–મ વિકાસનાની હૈ ફૂટે તૃતીયં તુ નિરિસનામા. __ चतुर्थ च सिद्धकूटं वक्षस्कारगिरिषु चत्वारि ॥१४॥
અર્થ-વક્ષસ્કાર પર્વત ઉપર ચાર કુટો છે. બન્ને બાજુ વિજયના નામ સરખા બે કુટ છે, ત્રીજું પર્વતના નામ સરખું અને ચોથું સિક્રકુટ છે.
વિવેચન–મહાવિદેહ ક્ષેત્રમાં કુલ ૩ર વિજયો છે. તેમાં ૧૬ વિજયે પૂર્વ દિશા તરફ અને ૧૬ વિજય પશ્ચિમ દિશા તરફ રહેલી છે. તેમાં પૂર્વ દિશામાં શીતાનદીથી અને પશ્ચિમ દિશામાં શીતદા નદીથી બે બે વિભાગ થતાં ૮ વિજયે ઉત્તર તરફ અને ૮ વિજયે દક્ષિણ તરફ રહે છે.
આ પર્વત બે બે વિજેની મધ્યમાં રહેલા હોવાથી વક્ષરકાર કહેવાય છે. વક્ષસ એટલે હૃદય-મધ્ય ભાગ.
મહાવિદેહ ક્ષેત્રની પૂર્વ દિશામાં ઉત્તર તરફની ૮ વિજેમાં ૪ વક્ષરકાર પર્વતો, તેમ દક્ષિણ તરફની ૮ વિજેમાં પણ ૪ વક્ષરકાર પર્વતે આવેલા છે. તે જ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં પણ ઉત્તર તરફની ૮ વિજેમાં ૪ વક્ષરકાર પર્વત તેમ દક્ષિણ તરફની ૮ વિજેમાં પણ ૪ વક્ષરકાર પર્વતે છે. આમ ચારે વિભાગમાં થઈ ૪૮૪=૧૬ વક્ષસ્કાર પર્વત છે.
આ પર્વતેનું વર્ણન–નામ વગેરે ગ્રંથકાર પોતે જ આગળ કરવાના છે, એટલે અહીં વધુ લખતા નથી.
આ દરેક વક્ષસ્કાર પર્વત ઉપર ૪-૪ કટ આવેલા છે. શીતા–પીતાદાની ઉત્તર દિશામાં પહેલું કુટ નીલવંત-વર્ષધર પર્વતની નજીક પૂર્વ દિશામાં જે પહેલી વિજય હેય તે વિજ્યના નામનું કટ છે. તેની ઉત્તર તરફ પૂર્વ દિશાની બીજી વિજ્યના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org