________________
૨૧૦
બહત્ ક્ષેત્ર સમાસ પહેલી પર્ષદામાં અઢી પલ્યોપમના આયુષ્યવાળા ૨૪૦૦૦ દે અને દેઢ પલ્યોપમના આયુષ્યવાળી ૨૫૦ દેવીઓ છે. મધ્ય પર્ષદામાં બે પલ્યોપમના આયુષ્યવાળા ૨૮૦૦૦ દે અને એક પાપમના આયુષ્યવાળી ૩૦૦ દેવીઓ છે. અને બાહ્ય પર્ષદામાં દેઢ પલ્યોપમના આયુષ્યવાળા ૩૨૦૦૦ દેવ અને અડધા પલ્યોપમના આયુષ્યવાળી ૩૫૦ દેવીઓ છે.
જેમ ચમરેન્દ્રની ત્રણ સભા છે. તેમ સામાનિક દે, ત્રાયન્નિશત દેવ અને લોકપાલના દેવને પણ ત્રણ ત્રણ સમાઓ છે.
ચમરેન્દ્રને ૧. કાલી, ૨. રાજી, 3. સંતી, ૪. વિધુત અને ૫. મેધા નામની પાંચ અમહિષી–પટરાણું જે દરેક ૮૦૦૦-૮૦૦૦ નવીન દેવીઓ વિકવી શકે એ હિસાબે ૪૦૦૦૦ દેવીઓ કહેવાય. જેમની સાથે ચમરેન્દ્ર ૪૦૦૦૦ રૂપે વિકવીને સુખ ભોગવે છે.
આ ચમરેન્દ્રને વર્ણ અતિ શ્યામ અને સ્નિગ્ધ છે. વસ્ત્ર રક્તવણું દેદીપ્યમાન હોય છે અને મરતક ઉપર ચૂડામણિવાળો મુગુટ શેભે છે. તેને ૩૪ લાખ ભવને અને દક્ષિણ તરફના અસુરે અને તેમની દેવીઓને સ્વામી છે.
વર્તમાનમાં જે ચમરેન્દ્ર છે. તે એક સાગરોપમ સુધી દેવતાઈ સુખ ભેળવીને પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં ચવીને આગામી ભવમાં મનુષ્ય થઈ મોક્ષગતિને પામશે.
એક ચમરેન્દ્ર ઍવી જાય એટલે તેના સ્થાને બીજો કોઈ જીવ અમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થાય. આમ ઈન્દ્રના રથાન નિયત હોય છે. પણ જેવો બદલાયા કરે છે. ૧૪૦
હવે સૌમનસ પર્વત ઉપરના સાત ફૂટે કહે છે. सिद्धे सोमणसेवि य, कूडे तह मंगलावई चेव। देवकुरुविमलकंचण-वसिट्ठकूडे यसत्तमए॥१४१॥ છાયા–સિદ્ધ સૌમનાં પિ ૨ ફૂટ તથા મંછાવતી વૈવા
देवकुरु विमलं काश्चनं वशिष्ठकूटं च सप्तमए ॥१४१॥
અથ–સૌમનસ પર્વત ઉપર ૧. સિદ્ધાયતન અને ૨. સૌનનસ ફૂટ તથા ૩. મંગલાવતી અને ૪. દેવક, ૫. વિમલ, ૬. કાંચન અને સાતમું વશિષ્ઠ ફૂટ છે.
વિવેચન–મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાં અને દેવકુથી પૂર્વ દિશામાં મંગલાવતી નામની વિજય છે, તેની પશ્ચિમ દિશામાં સૌમનસ નામને વક્ષરકાર (ગજદંત) પર્વત છે. આ પર્વત ઉપર ૭ ફૂટ છે તે આ પ્રમાણે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org