________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-ચમચંચા રાજધાનીનું સ્વરૂપ
૨૦૯ સિદ્ધાયતન, તેની ઈશાનમાં ૩. ઉપપાતસમા, તેથી ઇશાનમાં ૪. કહ, તેનાથી ઈશાનમાં ૫. અભિષેક સભા, તેનાથી ઈશાનમાં ૬. અલંકાર સભા અને તેનાથી ઈશાનમાં ૭મી વ્યવસાય સભા આવેલી છે.
આ બધી સભાઓ ૩૬ જન ઉંચી, ૫૦ એજન લાંબી અને ૨૫ યોજન પહેલી છે. અમરેન્દ્રની સુધર્મ સભામાં ૫૧૦૦ સ્થંભો આવેલા છે.
ચમરેન્દ્ર તરીકે ઉત્પન્ન થનાર જે કઈ પુણ્યશાળી જીવ ત્રીજી ઉત્પાત સભામાં દેવદૂષ્ય વસ્ત્રથી આચ્છાદિત શય્યામાં ક્ષણવારમાં ઉત્પન્ન થાય છે. પછી ઉત્પન્ન થયેલ તે ચમરેન્દ્ર દ્રહમાં જઈ સ્નાન કરી અભિષેક સભામાં જાય છે. ત્યાં ઉત્સાહી અસુર દેવો ચમરેન્દ્રને અભિષેક કરે છે. તે પછી મહા ઉત્સાહપૂર્વક અલંકાર સભામાં લઈ જઈ શરીર ઉપર આભૂષણો પહેરાવે છે.
ત્યાર બાદ અમરેન્દ્ર વ્યવસાય સભામાં જઈ પુસ્તક જોઈ પિતાનો પરંપરાગત રિવાજ જાણી લે છે. પછી નંદા વાવડીમાં જઈ પુનઃ સ્નાન કરી પવિત્ર થઈ ભક્તિપૂર્વક સિદ્ઘાયતનમાં જઈ શ્રી જિનેશ્વરની પૂજા કરે છે.
પછી પરિવાર સહિત સુધર્મ સભામાં જઈ મુખ્ય સિંહાસન ઉપર બેસી ઈચ્છા મુજબ દિવ્ય ભેગો ભેગે છે
જયારે દેવી સાથે કામગની ઈચ્છા થાય ત્યારે શ્રી જિનેશ્વર ભગવંતના અવશેષ -અસ્થિની આશાતના ન થાય માટે સુધર્મ સભાની બહાર ઇચ્છિત સ્થાને જઈ વિષપભોગ કરે છે. કોઈ વાર દેવીઓને લઇને રમણિય ચમચંચા–રાજધાનીના આવાસમાં જઈ કામક્રિડા કરે છે.
આ આવાસ ચમચંચા નગરીથી નૈઋત્ય ખૂણામાં ૬૫૫૩૫૫૦૦૦૦ એજન દૂર એજ અણવર સમુદ્રમાં આવેલ છે. અમરેન્દ્ર માટે રતિક્રિડાનું અત્યંત મનોહર સ્થાન છે. તે પ્રાસાદ ૮૪૦૦૦ યોજન લાંબો-પહેળે છે. ચારે બાજુ ઉંચે કેટ છે. આ પ્રાસાદમાં સુધર્માદિ પાંચ સભા સિવાય બાકીનું બધું ચમચંચા પ્રમાણે છે.
ચમરેન્દ્રને ૬૪૦૦૦ સામાનિક દે, ૩૩ ત્રાયન્નિશત દે, ૪. લોપાલ દે, ૭ સૈન્ય, ૨૫૬ ૦૦૦ આત્મરક્ષક દેવ વગેરે પરિવાર સહિતનું અધિપતિપણું છે.
અમરેન્દ્રને ત્રણ પર્ષદા છે. ૧. અત્યંતર પર્ષદાનું નામ સમિતા, ૨. મધ્ય પર્ષદાનું નામ ચંડા અને ૩. બાહ્ય પર્ષદાનું નામ જાતા છે. २७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org