________________
૧૯૮
બહત્ય ક્ષેત્ર સમાસ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં શંકા કરી છે કે “પદ્મવર વિદિકા વગેરેની જેમ શ્રી જિન પ્રતિમા શાશ્વત રહેવાવાળી છે. પરંતુ જિન પ્રતિમાની પ્રતિષ્ઠા-પ્રાણપ્રતિષ્ઠાનો અભાવ હોવાથી તેની આરાધના કેમ થાય ?”
સમાધાન– શાશ્વત ભાવની જેમ શાશ્વત ભાવધર્મ પણ સ્વાભાવિક સિદ્ધ જ છે. તેથી શાશ્વત પ્રતિમાની જેમ શાશ્વત પ્રતિમાના ભાવધર્મ-દેવત્વપણું-પૂજનીયપણું વગેરે પણ સહજ સિદ્ધ જ છે. માટે પ્રતિષ્ઠા-પ્રાણપ્રતિષ્ઠાનો વિચાર શા માટે કરે ? અર્થાત આવી શંકા કરવી વ્યાજબી નથી શાશ્વતી પ્રતિમાઓમાં સ્વાભાવિક જ પૂજનીયપણું રહેલું છે. તેથી શાશ્વતી શ્રી જિનપ્રતિમાઓને પૂજવા વગેરેમાં કાંઈ દોષ નથી.
વળી ૫૦૦ ધનુષના પ્રમાણવાળી શ્રી જિનપ્રતિમા ઉત્સધ આંગળના માપવાળી હેવાથી પ્રમાણ આંગળના માપવાળા દેવછંદમાં ખુશીથી સમાઈ શકે અને બીજી ઘણી જગ્યા રહે. માટે શ્રી જિનપ્રતિમા વગેરે તેમાં ન સમાવવા સંબંધી શંકા પણ ન કરવી.
દરેક શ્રી જિનપ્રતિમાની પાછળ જે છત્રધારી પ્રતિમા છે, તે પ્રતિમાજીની ઉપર સુંદર સફેદ છત્ર ધારણ કરીને ઉભેલી છે.
શ્રી જિનપ્રતિમાની બન્ને બાજુ ચામરધારી પ્રતિમા છે તે ચંદ્રપ્રભ વા, વૈર્ય વગેરેથી જડેલી સોનાના દંડવાળી અને ખૂબ ઉજવળ વર્ણવાળા વાળથી યુક્ત ચોબર વીંઝતી હોય તેમ ઉભેલી છે.
શ્રી જિનપ્રતિમા આગળ જે યક્ષપ્રતિમા, નાગપ્રતિમા, ભૂતપ્રતિમા અને કુંડધર પ્રતિમા છે તે બધી વિનયપૂર્વક માથું નમાવી, બે હાથ જોડીને નીચે બેઠેલી હોય છે.
આ બધી પ્રતિમા સર્વરત્નમય, સુંદર, મનહર અને દર્શનીય હોય છે.
આ ગભારામાં ૧૦૮ ઘંટ, ૧૦૮ ધૂપધાના, ૧૦૮ કલશ, ૧૦૮ સેનાની ઝારી, (નાના કળશ) ૧૦૮ દર્પણ, ૧૦૮ થાળા, ૧૦૮ સુપ્રતિષ (થાળા મૂક્વા માટે ટેબલ જેવું સાધન) ૧૦૮ રત્નના બાજોઠ, ૧૦૮ વાતકરક-પંખા, ૧૦૮ રત્નકરંડીઆ, ૧૦૮ અથકંઠ, ૧૦૮ હસ્તિકંઠ, ૧૦૮ નરકંઠ, ૧૦૮ કિન્નરકંઠ, ૧૦૮ ઝિંપુરૂષકંઠ, ૧૦૮ મહારગકંઠ, ૧૦૮ ગંધર્વકંઠ, ૧૦૮ વૃષભકંઠ, (અશ્વકંઠથી વૃષભકંઠ શભા માટેના હોય છે.) આઠ જાતિની ૧૦૮–૧૦૮ ચંગેરીઓ, એટલે ૧૦૮ પુષ્પ ચંગેરી, ૧૦૮ માલ્ય ચંગેરી, ૧૦૮ ચૂર્ણ ચંગેરી, ૧૦૮ સિદ્ધાર્થ ચંગેરી, ૧૦૮ લોમહરત (મેર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org