________________
જનદષ્ટિએ મહા ભૂગળ-પતેનું સ્વરૂપ
વિવેચન–પ્રજ્ઞા પક-કહેનારની અપેક્ષાએ કમસર ભરતક્ષેત્રે પુરૂ થતાં પહેલે ફુલ્લ હિમવંત પર્વત, પછી તેનાથી ચાર ઘણો મોટો-વિસ્તારવાળો મહાહિમવંત પર્વત, પછી તેનાથી ચાર ગણે મોટે-વિસ્તારવાળો નિષધ પર્વત, પછી નિષધના તુલ્ય પ્રમાણવાળા નીલવંત પર્વત, પછી મહાહિમવંતના તુલ્ય પ્રમાણવાળો રુકમી પર્વત અને છેલ્લે ક્ષુલ્લ હિમવંતના તુલ્ય પ્રમાણવાળા શિખરી પર્વત. આ છ પર્વતો વર્ષધર-ફોટાની મર્યાદા કરનારા પર્વતે જાણવા.
ફુલ્લ હિમવંત પર્વત, મહાહિમવંત કરતા લંબાઈ અને વિસ્તારમાં નાનો હોવાથી પહેલે પર્વત સુલ હિમવંત કહેવાય છે.
અથવા આ વર્ષધર પર્વતના અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો ફુલ હિમવંત દેવ હોવાથી આ પર્વત સુલ હિમવંત કહેવાય છે.
શુલ્લ હિમવંત કરતાં લંબાઈ અને વિસ્તારમાં મોટો હોવાથી મહાહિમવંત કહેવાય છે.
અથવા આ પર્વતને અધિપતિ એક પલ્યોપમના આયુષ્યવાળો મહાહિમવંત નામને દેવ હોવાથી આ પર્વત મહાહિમવંત કહેવાય છે.
નિષધનો અર્થ વૃષભ પણ થાય છે. ત્રીજા પર્વત ઉપર વૃષભ આકારના ઘણા શિખરે હોવાથી આ પર્વતને નિષધ કહેવાય છે.
અથવા એક પોપમના આયુષ્યવાળો નિષધ નામને દેવ આ પર્વતનું આધિપત્ય કરતો હોવાથી આ પર્વત નિષધ કહેવાય છે.
નીલ એટલે પૈડુર્ય નામને મણી. ચોથા વર્ષધર પર્વત સંપૂર્ણ વૈદુર્યરત્નમયનીલમણવાળો હોવાથી નીલવંત કહેવાય છે.
અથવા આ પર્વતને અધિપતિ એક પલ્યોપમની રિથતિવાળ નીલવંત નામને દેવ હોવાથી આ પર્વત નીલવંત કહેવાય છે.
કર્મ એટલે પ્યમ-રૂપુ. સયું જેને છે તે રુકમી. આ પર્વત રૂપામય શાશ્વત હોવાથી કમી કહેવાય છે.
અથવા આ પર્વતને અધિપતિ દેવ પલ્લોપમના આયુષ્યવાળો રુકમી નામનો દેવ હોવાથી આ પર્વત રુકમી કહેવાય છે.
શિખરાનું એટલે વૃક્ષો. આ પર્વત ઉપર વૃક્ષ આકારના ફૂટે હેવાથી આ પર્વત શિખરી કહેવાય છે. ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org