________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોનું સ્વરૂપ
હિમવંત અને મહાહિમવંત વર્ષધર પર્વતની મધ્યમાં હેમવંત ક્ષેત્ર આવેલું છે. એટલે એક બાજુ દક્ષિણ તરફ હિમવંત પર્વત છે અને ઉત્તર બાજુ મહાહિમવંત પર્વત છે તેથી આ ક્ષેત્રને હેમવંત ક્ષેત્ર કહેવાય છે.
અથવા હેમ એટલે સુવર્ણ. ઠામઠામ સુવર્ણના આસન, વગેરે હોવાથી હેમવંત ક્ષેત્ર કહેવાય છે.
અથવા જોવામાં મનહર. જ્યાં જૂઓ ત્યાં હેમ–સુવર્ણ ઝગમગતું હેવાથી એટલે યુગલિક મનુષ્યને બેસવા, શયન કરવા વગેરે ઉપભોગ માટેના સાધનો સુવર્ણમય છે. તે શિલાપકે આદિ ઉપર બેઠેલા યુગલિક પણ હેમમય-મનહર દેખાવાથી હેમવંત ક્ષેત્ર કહેવાય છે.
અથવા એક પોપમની સ્થિતિવાળો હૈમવંત નામને દેવ અધિપતિ હોવાથી તેના નામથી આ ક્ષેત્રને હેમવત ક્ષેત્ર કહેવામાં આવે છે.
હરિવર્ષ ક્ષેત્ર શા માટે કહેવામાં આવે છે?
હરિ શબ્દના અનેક અર્થો થાય છે. તેમાં હરિ એટલે સૂર્ય અને ચંદ્ર પણ થાય છે. આ ક્ષેત્રમાં રહેલા કેટલાક યુગલિયા સૂર્ય જેવી લાલ પ્રભાવાળા હોય છે, કેટલાક યુગલિયા ચંદ્રસમાન વેત પ્રભાવાળા હોય છે, તેથી આ ક્ષેત્રને હરિવર્ષ કહેવાય છે.
અથવા એક પલ્યોપમની સ્થિતિવાળો હરિવર્ષ નામને દેવ અધિપતિ હોવાથી તેના નામથી આ ક્ષેત્રને હરિવર્ષ કહેવાય છે.
મહાવિદેહ ક્ષેત્ર શા માટે કહેવાય છે ?
કમભૂમિની અપેક્ષાએ ભરત–એરવત ક્ષેત્રના મનુષ્ય કરતાં આ ક્ષેત્રના મનુષ્યનું શરીર ઉદાર–મોટું હોવાથી મહાવિદેહ કહેવાય છે. વિદેહ એટલે શરીર.
અથવા ભરત, ઐરાવત, હૈરણ્યવંત, હરિવર્ષ રમ્યક ક્ષેત્રની અપેક્ષાએ આ ક્ષેત્ર લંબાઈ અને પહોળાઇમાં મોટું–વિશાળ હોવાથી મહાવિદેહ કહેવાય છે.
અથવા આ ક્ષેત્રના મનુષ્યના દેડ અતિ મોટા હોવાથી મહાવિદેહ કહેવાય છે. મનુષ્યનું શરીર વિજયેમાં ૫૦૦ ધનુષનું = ર૦૦૦ હાથે (૩૦૦૦ ફૂટ)નું અને દેવકુફ-ઉત્તર કુરુમાં ત્રણ ગાઉનું હોવાથી આ ફોટાને મહાવિદેહ કહેવાય છે.
અથવા એક પલ્યોપમના આયુષ્યવાળા મહાવિદેહ નામને દેવ આ ક્ષેત્રનો અધિપતિ હોવાથી આ ફોટાને મહાવિદેહ કહેવાય છે.
રમ્યકૂફોન્ટ શા માટે કહેવાય છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org