________________
૭૩
જૈનદષ્ટિએ મહા ભૂગળ-ક્ષેત્રોનું સ્વરૂપ છેડો પશ્ચિમ તરફના લવણ સમુદ્ર સુધી લંબાયેલો છે. અર્થાત ક્ષેત્રો અને પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા છે.
હવે ક્ષેત્રોના નામો જણાવે છે – भरहंहमवयं तिय हरिवासंति यमहाविदेहं ति। रम्मयं हेरण्णवयं, एरावयं चेव वासाइं॥२३॥ છાયા—મરd Hવંતમિતિ વિજિત ૨ મહાવિતિ
रम्यकं हेरण्यवंतं ऐरावतं चैव वर्षाणि ॥ २३ ।।
અર્થ–ભરતક્ષેત્ર, હેમવંતક્ષેત્ર, હરિવર્ષક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર, રમ્યક્ષેત્ર, હૈષ્ણવંતક્ષેત્ર અને ઐવિત ક્ષેત્રો. આ સાત ક્ષેત્રો છે.
વિવેચન—આપણે જ્યાં રહીએ છીએ તે ભરતક્ષેત્ર છે. આ ભરત ક્ષેત્રથી જેમ જેમ ઉત્તરમાં જઈએ તેમ તેમ પહેલું હિમવંત ક્ષેત્ર છે, તે પછી હરિવર્ષ ક્ષેત્ર છે, તે પછી મહાવિદેહ ક્ષેત્ર છે, તે પછી રમ્યફ ક્ષેત્ર છે, તે પછી હૈરણ્યવંત ક્ષેત્ર છે અને છેલું એવિત ક્ષેત્ર છે. જંબુદ્વીપમાં આ સાત ક્ષેત્રો છે, દરેક બે ક્ષેત્રની વચ્ચે એક એક વર્ષધર પર્વત-મોટા પર્વતો આવેલા છે. કુલ છ વર્ષધર પર્વત છે.
સમુદ્ર તરફથી ગણીએ તો દક્ષિણ સમુદ્ર પાસે પહેલું ભરત ક્ષેત્ર, બીજું હિમ* વંત ક્ષેત્ર, ત્રિશું હરિવર્ષ ક્ષેત્ર, ઉત્તર સમુદ્ર તરફથી ગણતાં પહેલું એરવત ક્ષેત્ર, બીજું હિરણ્યક્ષેત્ર, ત્રીજું રમ્યફ ક્ષેત્ર છે, મધ્ય ભાગમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે.
શંકા આ ક્ષેત્રોના જે નામો છે, તે કોઈ નિમિત્તે કરીને છે કે એમને એમ સ્વાભાવિક છે?
સમાધાન–મહાકાંતિ–બળ-વિભવયુક્ત એક પલ્યોપમના આયુષ્યવાળા ભરત નામનો દેવ આ ક્ષેત્રના અધિપતિ છે, તેથી તેના નામ ઉપરથી આ ક્ષેત્રને ભરત ક્ષેત્ર કહેવાય છે.
તેની સ્થિતિ જણાવનારા આચાર પુસ્તકમાં આ પ્રમાણે કહેલું છે. તેથી ભારત દેવના સંબંધે કરીને અનાદિ કાલથી આ ક્ષેત્રનું નામ ભરત ક્ષેત્ર છે. શાસ્ત્રમાં પણ કહેલ છે કે –
૧૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org