________________
૧૩૦
બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથકાર બીજી રીત ૬૬મી ગાથામાં બતાવે છે, તે ગ્રહણ કરવા યોગ્ય છે. માટે પ્રતર ગણિત માટે ૬૬ મી ગાથાની રીત પ્રમાણે ગણિત કરવું. ૬૪
હવે ઘનગણિત થઈ શકે તે પર્વતોનું ઘન ગણિત અને સમુદ્રનું ઘન ગણિત લાવવાની રીત કહે છે. • पयरं उस्सेहगुणं, घणगणियं पव्वयाण जे उसमा। पयरंउव्वेहगुणं, लवणविवज्झाण उयहीणं ॥६५॥ છાયા– વૃતાં વધyળ ઘનાબતે પર્વતાનાં રે તુ સમા !
प्रपरं उद्वेधगुणं लवणविवर्जितानां उदधीनाम् ॥६५।। અથ– પર્વ સરખા હોય તે માટે પ્રતરને ઉંચાઈથી ગુણતા તે પર્વતનું ઘનગણિત આવે. જયારે લવણ સમુદ્ર સિવાયના સમુદ્રની જે પ્રતર હોય તેને ઉંડાઈથી ગુણતાં ઘનગણિત થાય.
વિવેચન–જંબૂદ્વીપમાં જે પર્વતો છે તે બધા માટે નહિ પણ જે પર્વતે જમીનથી માંડી ટોચ સુધી એકસરખા વિસ્તારવાળા હોય તેનું ઘનગણિત કાઢવા માટે તે પર્વતનું જે પ્રતર ગણિત હોય તેને તે પર્વતની ઉંચાઈથી ગુણવાથી તે પર્વતનું ઘનગણિત આવે.
જ્યારે સમુદ્રો માટે લવણ સમુદ્ર સિવાય કેમકે લવણ સમુદ્રની ઉંડાઈ બધે એકસરખી નથી, માટે લવણ સમુદ્ર સિવાયના બીજા સમુદ્રોની જે પ્રતર હોય તેને તે સમુદ્રની ઉંડાઈથી ગુણવાથી તે સમુદ્રનું ઘનગણિત આવે. ૬૫
૬૪મી ગાથામાં પ્રતર ગણિતની જે રીતે કહી તે દોષવાળી હોવાથી ગ્રંથકાર પિતાના મત મુજબની પ્રતર ગણિતની રીત કહે છે.
जीवावग्गं जेट्टमियरं च मेलेउ तस्स अहस्स। मूलं बाहा विक्खंभणिय पयरं हवइ ताहे ॥६६॥ છાયા– નીવાવ ચેષ્ઠ ફરે ૧ મીચિવા તા થયા
मूलं बाहा विकखंभगुणिता प्रतरं भवति तदा ॥६६॥ અથ–મોટો અને નાને જીવા વર્ગ ભેગો કરી તેનું અડધું કરી, તેનું વર્ગમૂલ તે બાહા અને તેને વિષ્કભથી ગુણતાં પ્રતર થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org