________________
બહત ક્ષેત્ર સમાસ
પુષ્કરિણી (ગોળાકાર હોય) દીધેિકા (લંબચોરસ હોય) આદિ પંક્તિબદ્ધ તથા છુટી છુટી શોભે છે.
વાવડીમાં ઉતરવા માટે ચારે દિશામાં રત્નમય ત્રણ ત્રણ પગથિયા છે. તે દરેકની ઉપર રત્નમય થાંભલાયુક્ત એક એક તરણ હેય છે. તરણ આપણાં જેવાં લટકતાં નહિ પણ શ્રી જિનમંદિર વગેરેમાં બબ્બે થાંભલાની વચમાં સુંદર માનવાળા કેરણી - યુક્ત અર્ધ ગોળાકાર ભાગ હોય છે તેના જેવા તારણ હોય છે. તેના ઉપરના ભાગમાં સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાન, સિંહાસન, સંપુટ, મત્સ્ય યુગલ અને દર્પણ આ અષ્ટમંગલ વગેરે કોતરેલા હોય છે.
વળી તરણેની ઉપર વિજય દંડમાં મનહર વર્ણવાળી નીલચામર, લહિતચામર, હરિતચામર, શુકલચામરવાળી નાની નાની ધજાઓ અને ઉપરના ભાગમાં સફેદ સ્પાની લાંબી ધજા શોભે છે.
તોરણો ઉપર યોગ્ય સ્થળે સર્વરત્નમય છત્રો, નાનીમોટી ધજાઓ, મધુર રણકતી ઘંટડીઓ, ઉત્પલના સમુહ, કુમુદના સમુહ વગેરે શોભે છે.
સ્થાને સ્થાને જે વાવડીઓ છે, તેને તપનીય તળીયા, વજમય પાસા, સુવર્ણ રજતમય રેતી છે, વળી નિર્મળ જળથી પરિપૂર્ણ છે, તેમાં હજાર પાંખડીવાળા, સે પાંખડીવાળા સુંદર કમળો મન અને નેત્રને આનંદ આપનારા શોભે છે. તેમાં રહેલું પાણી ઉત્તમ ચંદ્રહાસ મદિરાના સ્વાદવાળું, ઉત્તમ દારૂના સ્વાદવાળું, ક્ષીરસમાન, ધી સમાન, ઈક્ષરસ સમાન, અમૃતરસ સમાન સ્વાદવાળું હોય છે.
સ્થાને સ્થાને રત્નમય સવર, ક્રિડા પર્વતો, તેના ઉપર મોટા પ્રાસાદ, ઉત્પાત પર્વતો, નિયત પર્વતા, (ઉત્પાત પર્વત ઉપર આવીને વ્યંતર દેવ–દેવીઓ વિચિત્ર પ્રકારની ક્રિડા માટે ઉત્તર વક્રિય શરીર બનાવે છે અને નિયત પર્વત ઉપર પોતાના મૂલ શરીર તથા ઉત્તર ક્રિય શરીરથી આનંદ-પ્રમોદ કરે છે.) આલિગ્રહો, માલિગ્રહો, કદલીગૃહો, લતાગૃહો, અવસ્થાનગૃહો, પ્રેક્ષાગૃહો, મજજનગૃહો, પ્રસાધનગૃહો, ગર્ભગૃહો, મોહનગૃહો, શાલીગૃહો, જાગૃહો, કુસુમગૃહો, ચિત્રગૃહો, ગંધર્વગ્રહો અને આદર્શ ગૃહો. આ સોળ પ્રકારના ગૃહો સુંદર અને અત્યંત મનોહર હોય છે. જેમાં દેવ-દેવીઓ વિવિધ કાર્યો કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org