________________
જેનદૃષ્ટિએ મહા ભૂગોળ-રાજધાનીનું સ્વરૂપ ચાર અમહિષી પરિવાર સાથે, ત્રણ પર્ષદાના દેવો, સાત રીન્યાધિપતિ દેવો (હાથી, ઘેડ, રથ, પદાતિ, પાડો, ગંધર્વ અને નાટક આ સાત પ્રકારના રીન્ય હોય છે.) વગેરે સાથે વિજ્યા નામની રાજધાનીમાં રહેતાં ઘણું દેવદેવીઓનું આધિપત્ય-રક્ષા કરતાં, સૌનું નાયકપણું કરતાં, પિષણ કરતાં, મહત્તરપણું કરતાં, સૌને આજ્ઞા કરતાં અને બીજા પાસે આજ્ઞા કરાવતાં, નાટક, ગીત, વાજિંત્ર, વિણ આદિ તથા મૃદંગ વગેરેને મધુર સ્વરેનું શ્રવણ કરતાં ઉત્તમ પ્રકારના ભેગ-સુખોને અનુભવ કરતાં રહે છે. તેમના નામ ઉપરથી પૂર્વ દિશાના દ્વારનું નામ વિજય કહેવાય છે.
આ નામ કેઈએ પાડયું નથી, પણ શાશ્વત નામ છે. અનંત કાળ પહેલાં પણ આ જ નામ હતું. આજે પણ આ જ નામ છે અને ભવિષ્યમાં પણ આ જ નામ રહેશે.
આ રાજધાની કયાં આવી અને કેવી છે ?
વિજય દ્વારથી પૂર્વ દિશામાં સીધા અસંખ્ય દ્વીપ-સમુદ્રો ઓળંગ્યા પછી અસંખ્ય યોજનના વિરતારવાળો બીજો જંબૂદીપ નામને દ્વીપ આવેલો છે. તે દ્વીપમાં ૧૨૦૦૦ એજન અંદરના ભાગમાં વિજય દેવની વિજ્યા નામની રાજધાની છે.
આ રાજધાની ૧૨૦ ૦૦ યોજન લાંબી, ૧૨૦૦૦ યોજન પહોળી, ઉ૭૯૪૭ યોજનથી કંઈક અધિક પરિધિ–ઘેરાવાવાળી ગોળાકારે છે. તેને ફરતે ૩ળા જન
, મૂલમાં ૧૨ જન, મધ્યમાં દા જન અને ઉપરના ભાગમાં ૩ યોજન ગાઉના વિસ્તારવાળે સર્વરત્નમય કિલ્લો છે. તેના ઉપર ૫૦૦ ધનુષ વિસ્તારવાળા, બે ગાઉ પહોળા, બે ગાઉમાં કંઈક ન્યૂન ઉંચા શ્યામ, નીલ, પીળા, લાલ, અને સફેદ વર્ણવાળા સર્વરત્નમય કાંગરા છે.
કિલ્લાની એક એક બાજુ ૬રા જન ઉંચા, ૩૧ જન પહોળા, ૧૨૫૧૨૫ (જંબુદ્વીપની દ્વારની શોભા જેવા) દ્વારો છે. બધા થઈને કુલ પ૦૦ દ્વારા છે.
એક એક દ્વારની નજીકમાં બન્ને બાજુ ૩૧ જન લાંબી-પહોળી ગોળાકાર અને ૧૫ પેજન કા ગાઉ ઉંચી એક એક પીઠ આવેલી છે. તે દરેક પીઠ ઉપર ૩૧ જન લાંબા પહોળા ચોરસ ૧૫ પેજન કા ગાઉ ઉંચા શ્રેષ્ઠ પ્રાસાદ છે. આ પ્રાસાદની બહુ દૂર નહિ તેમ બહુ નજીક નહિ ૧૭-૧૭ ભૂમિ પ્રાસાદ છે. (જમીન ઉપર પ્રાસાદે છે) તેમાં ૯ મધ્ય ભાગે અને ૮ પાછળના ભાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org