________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ
વળી દ્વારની બન્ને બાજુ રત્નમય તારણ, અષ્ટમંગળ; છત્રો, પુતળી, નાગદંતી, ઘંટ, માળાથી શોભતી બેસવા માટેની સુંદર બેઠકે છે.
તરણેની આગળ શ્રેષ્ઠ કમળ ઉપર રહેલ હાથીના ગંડસ્થલ સમાન બે બે કળશ, બે બે ઝારીઓ, હાથાવાળા અર્ઘકાય પ્રમાણ દર્પણે, વાના થાળા, પાણીથી ભરેલા પાત્રો, સુંદર ફળથી ભરેલા પાત્રો રહેલા છે.
કળશના પાણી, ધૂપ, ફળ વગેરે બધું પૃથ્વીકાયના પરિણામરૂપ હોય છે, પણ આ કાય, અગ્નિકાય કે વનસ્પતિકાય નથી હોતા.
વળી તરણની આગળ વૈર્યરત્નમય બે બે બેઠકે, જેના ઉપર રત્નમય કરંડીઆ, પુષ્પની ચંગેરી, સિંહાસન, ચામર, છત્ર, સુગંધી તેલના કળા, મોટા મોટા રત્નો વગેરે તથા ગજ, ઘોડા, કિંનર, કિં પુરુષ, મહારગ, ગંધર્વ, વૃષભ આદિના ચિત્રામણવાળા હોય છે.
તેમજ પીઠ ઉપર વિશાળ રત્નમય પાની છત્રી છે, તેમાં ૧૦૦૮ સળીયા છે, તેની છાયામાં સર્વ ઋતુને અનુકુળ સુગંધી પવન આવ્યા કરે છે.
દ્વારની આગળ ૧૦૮–૧૦૮ ચક્રવજ, (ધજાની અંદર ચક્ર હોય) મૃગધ્વજ, ગરુડધ્વજ, રુરુકવચ, છત્રવજ, પિછવજ, શકુનીવજ, સિંહદ્વજ, વૃષભધ્વજ, ચાર દાંતવાળા હરિતદેવજ, આ દરેક ૧૦૮–૧૦૮ વજના દંડમાં બીજી ૧૦૦૮–૧૦૦૮ નાની નાની ધજાઓ રહેલી હોય છે.
દ્વારની આગળ સમુદ્ર તરફ વિશેષ પ્રકારની નવ જાતની ભૂમિ છે. તેની પાંચમી ભૂમિના મધ્ય ભાગમાં અધિપતિ દેવને યોગ્ય એક સુંદર સિંહાસન છે, તે સિંહાસનના ઈશાન ખૂણામાં ૪૦૦૦ સામાનિક દેવના ૪૦૦૦ સિંહાસનો, પૂર્વ દિશામાં ચાર અમહિષીના ચાર સિંહાસન, અગ્નિ ખૂણામાં અત્યંતર પર્ષદા દેવના ૮૦૦૦ સિંહાસનો, તેની જમણી બાજુ મધ્યમ પર્ષદા દેવના ૧૦૦૦૦ સિંહાસનો, નૈનત્ય ખૂણા તરફના બાહ્ય પર્ષદા દેવને ૧૨૦૦૦ સિંહાસન પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપ દેવના સાત સિંહાસને છે, અધિપતિ દેવની ચારે તરફ ૧૬ ૦૦૦ આત્મરક્ષક દેવોના ૧૬૦૦૦ સિંહાસને રહેલા છે, તથા બીજા પરિવાર માટેના પણ સિંહાસન છે.
દ્વારના અધિપતિ દેવના નામ ઉપરથી દ્વારના નામો રહેલા છે, પૂર્વ દ્વારના અધિપતિ વિજય દેવ, તે ઉપરથી વિજય દ્વાર, દક્ષિણ દ્વારના અધિપતિ વૈજયંત દેવ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org